પતિ સાથેની બેવફાઇ પરિણીતાને ભારે પડી, બે યુવકોએ લીધો ભરપૂર લાભ

આડાસંબંધોનો આવ્યો ખરાબ અંજામ

પતિ સાથેની બેવફાઇ પરિણીતાને ભારે પડી, બે યુવકોએ લીધો ભરપૂર લાભ

Mysamachar.in-સુરત:

એક પરિણીતાના લગ્નજીવનમાં આગ ત્યારે લાગી કે, તેણે પતિથી છૂપી રીતે સંબંધી યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ આ પરિણીતા એવી તો ફસાઈ કે સંબંધી યુવકે આ પરિણીતાના અશ્લીલ ફોટા અને વિડિયો ઉતારી લીધા હતા, અને તેના મિત્રને પણ આ પરિણીતા સાથે શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપ્યા બાદ પછી તો બંને મિત્રો પરિણીતાને બ્લેકમેલિંગ કરીને તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપી અનેક વાર પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરત વિસ્તારમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

લગ્નજીવન બાદ આડાસંબંધોનો કેવો અંજામ આવે છે તેવા આ ચોંકાવનારા કિસ્સાની મળતી વિગતો એવી છે કે, સુરતના સગરામપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા હિરેન(પાત્રનું નામ બદલેલ છે) તેના પરિવારની ચાંદની(પાત્રનું નામ બદલેલ છે)નામની પરિણીતાને પ્રેમમાં ફસાવી હતી અને આ પરિણીતા આ યુવકના પ્રેમજાળમાં ફસાયા બાદ હિરેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં, ત્યારે હિરેને આ પરિણીતાની અંગત પળોના ફોટા અને વીડિયો બનાવી લીધાં હતાં,

ત્યારબાદ હિરેને પરિણીતાના ફોટા અને વિડિયોના આધારે બ્લેકમેલિંગ કરીને બદનામ કરવાની ધમકી આપીને તેણી સાથે શરીર સુખ માણ્યા બાદ તેના મિત્ર રાજેશ સાથે પણ સંબંધ બાંધવા દબાણ કરીને બંને મિત્રોએ મળીને મહિલાની મજબૂરીનો ભરપૂર લાભ લઈને અલગ-અલગ જગ્યાએ બોલાવતાં હતા અને ધમકી આપીને વારંવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા હતા,

અંતે આ પરિણીત મહિલાએ બંને શખ્સોના શારીરીક દમનથી કંટાડીને ઘરે પોતાની સાથે થયેલ આ બનાવ અંગે જાણ કર્યા બાદ હિરેન અને તેના મિત્ર રાજેશ સામે સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને બંને શખ્સો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.