Mysamachar.in-જામનગર
જામનગરમાં પણ હવે દારુ સિવાયના નશાના બંધાણીઓની સંખ્યા વધી રહ્યો હોય તેમ મેફેડ્રોન ડ્રગ્ઝ, ગાંજો, ચરસ સહિતના નશીલા દ્રવ્યો છાસવારે પોલીસ ઝડપી પાડ છે, આવા જ વધુ એક નશાના સામાન પકડી પાડવામાં જામનગર એસઓજી ટીમને સફળતા મળી છે. જેમાં મુંબઈથી મંગાવેલ અને વાયા સુરતના શખ્સ પાસેથી થઇ જામનગર સુધી પહોચેલ માતબર ગાંજાનો જથ્થો એસઓજી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
જામનગર એસઓજી પી.આઈ.એસ.એસ.નીનામાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા હર્ષદભાઈ ડોરીયા તથા રવિભાઈ બુજડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે રાજપાર્કની બાજુમાં સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટની સામે રોડ ઉપર” જામનગર શંકર ટેકરીમાં રહેતો હુશેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી પોતે વેચાણ કરવા માટે ગાંજો મંગાવેલ હોય ઉપરોકત જગ્યાએ લેવા આવનાર હોય જેથી સદરહુ જગ્યાએ વોચમાં હતા દરમ્યાન કુલ બે ઈસમો ગાંજાના જથ્થા સાથે હુશેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી ધંધો મજુરી રહે. શંકર ટેકરી, રજાનગર, કાદરી ચોક જામનગર તથા શરીફ ઉર્ફે શાહરૂખ ખલીલ પીંજારી ધંધો વેપાર રહે. ઉન પાટીયા તીરૂપતી નગર, નોમાન મજીદની ગલીમાં સુરત વાળાઓ મળી આવેલ હોય મજકુર ઈસમોના કબજામાંથી ગે.કા. પદાર્થ ગોજો 12 કીલો 294 ગ્રામ તથા એકસેસ સ્કુટર રજી નં. એકસેસ સ્કુટર રજી નં. GJ-10-DC-8841 કી.રૂ. અન્ય મુદામાલ મળી કી.રૂ.2,02,590 સાથે પકડી પાડેલ અને પુછપરછ દરમ્યાન આ માલ તેને સુરતથી લાવેલનું જણાવેલ હોય જેથી બન્ને વિરૂધ્ધ સીટી બી ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ સીટી બી પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.