જામનગર: વધુ 2 કોરોના પોજીટીવ કેસો સામે આવ્યા, આજે કુલ 3 રીપોર્ટ પોજીટીવ આવ્યા
જાણો કોનો રીપોર્ટ આવ્યો પોજીટીવ

Mysamachar.in-જામનગર:
જામનગરમાં ફરી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધવા લાગી હોય તેમ કેસો સામે આવવા લાગ્યા છે, આજે સવારે લાલપુર તાલુકાના પીપરટોડા ગામે મુંબઈથી આવેલ એક યુવતીનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ અત્યારે વધુ બે પોજીટીવ કેસો સામે આવ્યા છે, જે કેસો સામે આવ્યા છે તેમા ગઈકાલે કાલાવડના દંપતીનો જે પોજીટીવ રીપોર્ટ આવેલ તેના 8 વર્ષના પુત્ર અને ૩ વર્ષની પુત્રીનો રીપોર્ટ પોજીટીવ આવેલ છે.