કાલાવડમાં વધુ બે બાળકોના પાણીમાં ડૂબી જતા મોત

કાલાવડમાં કાળ, 3 દિવસમાં 7 બાળકોના મોત

કાલાવડમાં વધુ બે બાળકોના પાણીમાં ડૂબી જતા મોત
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ઘટનાઓ બાળકોને ડૂબી જવાની આવી છે, આ ઘટનાઓમાં કુલ 7 બાળકોના મોત થયાનું જાહેર થયું છે, શનિવારે રાત્રે 3 બાળકો ડૂબી ગયા બાદ રવિવારે સાંજે 2 બાળકોના ડૂબી જતા મોતની ઘટના કાલમેઘડા ગામે સામે આવી હતી, આ 5 બાળકોના મોત હજુ નજર સમક્ષ છે, ત્યાં જ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે વધુ 2 બાળકોના ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે, નિકાવા ગામથી નાના વડાળા ગામ તરફ જતા વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા પરિવારના બે બાળકો ગઈકાલે બપોર બાદ સાડા ચારેક વાગ્યે મકાન પાછળ રમતા હતા. રાધાબેન તળશીભાઇ બાધુભાઇ મદારીયા ઉવ 10 અને શન્નીભાઇ દેવાભાઇ બચુભાઇ ચારોલીયા ઉવ 6 રે બન્ને નીકાવા ગામ તા કાલાવડ જી જામનગર વાળા મકાન પાછળના ભાગે રમતા આ બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યાનું જાહેર થયું છે.