દરેડમા કંપનીના જ બે માણસોએ કરી કંપની સાથે આ રીતે ઠગાઈ...

નોંધાઈ ફરિયાદ

દરેડમા કંપનીના જ બે માણસોએ કરી કંપની સાથે આ રીતે ઠગાઈ...

Mysamachar.in-જામનગર:

જામનગરના દરેડ ફેઝ-૩મા આવેલ જેકબ મેટીન્ડપ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમા પેકિંગ તથા સ્ટોર વિભાગમાં મુખ્ય કર્મચારી તરીકે નોકરી કરતાં ભાવિન રાણાભાઇ ડોરૂ અને વિશાલ અનિલભાઈ પારેખ નામના બને કર્મચારીઓ જયારે આ કંપનીમાં નોકરી કરતાં હોય ત્યારે એક ડીપાર્ટમેન્ટથી બીજા ડીપાર્ટમેન્ટમા જતા માલના ગેઈટ પાસ ચલણ નહિ બનાવી અને કંપની બહાર અલગ અલગ સમયે બ્રાસનો ૪૮૦૧ કિલો જેટલો જથ્થો જેની કીમત ૩૨ લાખ જેટલી થાય છે, તે પોતાના અંગત ઉપયોગમાં લઇ કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.