હવે નહીં રહે પાર્કિંગની માથાકૂટ, બે વિદ્યાર્થીએ કરી ખાસ 'શોધ'

જાણો કેવી રીતે હલ થશે પાર્કિંગની સમસ્યા

હવે નહીં રહે પાર્કિંગની માથાકૂટ,  બે વિદ્યાર્થીએ કરી ખાસ 'શોધ'
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

જામનગર સહિત રાજ્યમાં દિવસેને દિવસ પાર્કિંગની સમસ્યા વિકરાળ બનતી જાય છે, એમાય ટ્રાફિંગ નિમયો પણ હવે ખુબ જ કડક થઇ જતાં તમે જો ભૂલથી પણ તમારું વાહન આડું અવળું પાર્ક કરશો તો મસ મોટો દંડ ભરવાનો વારો આવશે, જો કે તમામ સમસ્યામાંથી મૂક્તિ અપાવવા માટે રાજકોટના એન્જિનિયર કૃણાલ બોરીચા અને ભાયા ખીમાણિયાએ ઓટોમેશન સિસ્ટમ તૈયાર કરી છે. જે ઓછી જગ્યામાં વધુ પાર્કિંગ કરવામાં મદદરૂપ થશે. જો કે હાઇડ્રોલિક્સથી કામ કરતી આ સિસ્ટમ લગાવવા માટે અંદાજે 15 લાખનો ખર્ચ થાય છે. આ સિસ્ટમ મુજબ 54 બાઇક પાર્કિંગ કરવા માટે માત્ર 67 વાર જગ્યાની જરૂર પડે છે જ્યારે આટલા જ બાઇક જમીન પર પાર્કિંગ કરવામાં આવે તો 182 વાર જગ્યા જોઇએ છે.

આ સિસ્ટમમાં 6 પેલેટ (ફજેતફાળકાના ઝુલા) જેવા હોય છે તેમાં એક પેલેટમાં 9 બાઇક પાર્કિંગ કરી શકાય છે.  જેમાં બાઇક પાર્કિંગ માટે અલગ અલગ કલર અને નંબર કોડવાળા પેલેટ (ફજેતના ઝુલા) હોય છે તેમાં એક પેલેટમાં 9 જેટલી બાઇક પાર્કિંગ થાય છે, એકવાર તમે તમારું બાઇક લાલ કલરના પેલેટમાં પાર્કિંગ કર્યા બાદ તે ફુલ થાય એટલે તેની નીચે બીજા કલરનું પેલેટ હોય છે તેમા પાર્કિંગ થઇ શકે, આવી રીતે છ કલરના પેલેટ હોય છે. પેલેટમાં રાખેલા બાઇક પરત લેવા માટે જ્યારે બાઇક માલિક આવે ત્યારે તે જે કલરના પેલેટમાં બાઇક પાર્ક કર્યું હોય તે કલરની સ્વિચ દબાવે એટલે તે પેલેટ નીચે આવે છે. આ સિસ્ટમ સેન્સરવાળી હોવાથી જ્યારે પેલેટ ઉપર કે નીચે આવતી હોય ત્યારે કોઇ ભૂલથી તેની નજીક આવી જાય તો તે સિસ્ટમ ઓટોમેટિક બંધ થઇ જાય છે તેથી કોઇને ઇજા થતી નથી. એટલું નહીં સમગ્ર સિસ્ટમમાં સીસીટીવી કેમેરા ફિટ કરેલા હોવાથી વાહન પણ સુરક્ષિત રહે છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે બંને એન્જિનીયરે મારી સમક્ષ ડેમો મૂક્યો છે, મારા અન્ય સાથીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા વિચારણા કરવામાં આવશે.