નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, મહિલા સહિત બેનાં મોત

કારનું પડીકું વળી ગયું

નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, મહિલા સહિત બેનાં મોત

Mysamachar.in-સાબરકાંઠાઃ

સાબરકાંઠામાં પ્રાંતિજ નેશનલ હાઇવે નંબર આઠ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત થયા છે. પ્રાથમિક વિગત પ્રમાણે હાઇવે પર આવેલા તાજપુરી કુઇ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પકડીકું વળી ગયું હતું, તો કારમાં સવાર મહિલા અને કાર ચલાવનાર ડ્રાઇવરનું મોત થયું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને બહાર કાઢવા તથા ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તો અકસ્માત સર્જાયા પાછળનું કારણ શોધવાની કામગીરી હાથ ધરી હતી.