Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકાર દ્વારા ઘડવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરિયાદો પર ફરિયાદો સામે આવી રહી છે જેમાં ખાનગી અને સરકારી જમીન પર કબ્જા સહિતની ફરિયાદોનો સમાવેશ થાય છે, આવી જ વધુ બે ફરિયાદો દ્વારકા જીલ્લામાં સામે આવી છે, પહેલા સરકારી જમીનની ફરિયાદ પર વાત કરવામાં આવે તો… ઓખા મરીન પોલીસ મથકમાં ઓખા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર હર્ષદ ડામોરે ફરિયાદી બની જે ફરિયાદ નોંધાવી છે તેમાં ભગવત જેન્તીલાલ પાઢ રહે. દ્વારકા વાળાએ બેટ દ્વારકા ગામે આવેલ સરકારી રેવન્યુ સર્વે નંબર 144 તથા 146 મોજે બેટ વાળી જમીન સરકાર પડતર સદરે આવેલી હોય તેમા ગેર કાયદેસર દબાણ કરી તે જમીનમાંથી સબીરા અબ્બાસ બેતારાને કબ્જા અંગે કરાર કરી રૂપીયા 25000/- મા વેચી સરકારી જમીન પચાવી પાડી હોવા સંદર્ભેની ફરિયાદ દાખલ થઇ છે.
આ જ જીલ્લામાં અન્ય એક ફરિયાદ પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાણવડ પોલીસ મથકમાં થઇ છે, જેમાં ફરિયાદી જેઠાભાઇ ભોજાભાઇ કારાવદરાની ભાણવડ તાલુકાના સાજડીયારી ગામની સીમમા જુના રેવન્યુ સર્વે નંબર-229/33 તથા નવા સર્વે નં-428 વાળી ખેતીની જગ્યા આવેલ છે. જેનુ ક્ષેત્રફળ 1-21-41 જે આશરે સાડા સાત વિઘા જેટલી થાય છે. જેની સરકારી જંત્રી મુજક 2,67,000/- થાય છે. તેની હાલની બજાર કીમત આશરે 30,00,000/- જેવી થાય છે. તે જગ્યામાં રાજુભાઇ મસરીભાઇ ઓડેદરા અને કેશુભાઇ મસરીભાઇ ઓડેદરાએ ગેરકાયદે કબ્જો કરી વાવી ખેડી ઉપજવ મેળવી પચાવી પાડી તથા ફરીયાદીની જગ્યાની બાજુમાં આવેલ આશરે 15 વિઘા જેટલા સરકારી ખરાબાની જમીન પર કબ્જો કરી પચાવી પાડી તથા તેમાંથી ઉપજ મેળવી રહ્યા હોવા સબબની ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થઇ છે.