રાજ્યમાં 2 અકસ્માતમાં 6 ના મોત

બન્ને અકસ્માતની વિગત વાંચવા ક્લિક કરો 

રાજ્યમાં 2 અકસ્માતમાં 6 ના મોત

Mysamachar.in-અમદાવાદા:ખેડા:

રાજ્યમા છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી હોય તેમ એક બાદ એક અકસ્માતો સામે આવી રહ્યા છે જેમાં લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે, રાજ્યમાં આજે વધુ બે જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 6 લોકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે.આજે સવારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં આ અકસ્માત થયો જેમાં  ઘટનાસ્થળે 3 મુસાફરોનાં મોત નિપજ્યા છે. તો 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. 

ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે, જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક મહિલા અને બે પુરુષના મોત થયા છે.10 થી વધુ ઈજાગ્રસ્તોને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. 

જયારે બીજા અકસ્માતની ઘટના ખેડા જિલ્લામાં બની છે, અને આ અકસ્માતમાં રિક્ષામાં સવાર માતા-પુત્રીનું મોત નિપજ્યું હતુંલાડવેલા પાંખિયા રોડ પર અંતિસર પાસે મંગળવારની સમી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતી ટ્રક અને CNG રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાનો લોચો વળી ગયો હતો. અકસ્માતમાં માતા અને બે પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.