Mysamachar.in-જામનગર:
જેમ જેમ ટેકનોલોજીનો યુગ વધી રહ્યો છે તેમ-તેમ ટેકનોલોજીનો દુરુપયોગ કરનારાઓની સંખ્યામાં પણ સતત ને સતત વધારો થઇ રહ્યો છે, અમુક કેસમાં સાઈબરસેલની ટીમોને જો સમયસર માહિતી મળી જાય તો આવા ફ્રોડ થતા અટકાવવામાં સફળતા મળે છે, તો અમુકમાં ઘણું મોડું થઇ ગયું હોય છે, ત્યારે જામનગર સાઈબર સેલની ટીમે બે અરજદારો સાથે થયેલ ૧.૮૮ લાખની રકમની પરત અપાવી છે,વાત એવી છે કે જામનગર પોલીસ હેડકવાર્ટરમાં બેસતા સાઈબરસેલને થોડાસમય પૂર્વે ઓએલએક્શ અને ફેસબુક સેલિંગ ફ્રોડને લગત બે અરજીઓ મળી હતી, જેમાં વિભાપર ગામે વસવાટ કરતા સંદીપ મકવાણાને ફેસબુક પર કવીડ કાર વહેચાણ કરવાનું કહી તેના એકાઉન્ટમાં કટકે કટકે ૧.૪૫ લાખ જમા કરાવડાવ્યા હતા, તો અન્ય અરજદાર બાસુદેવકુમાર યાદવ જે એરફોર્સ-૧માં રહે છે, તેને ઓએલએક્સ પર એકટીવા વેચવાનું કહી કટકે કટકે ખાતામાં ૪૩૨૫૦ જમા કરાવી લીધા હતા,
આમ બન્ને અરજદારો સાથે કુલ મળીને ૧.૮૮ લાખની છેતરપીંડી ની અરજી સાઈબર સેલને મળતા સાઈબરસેલની ટીમે આ બન્ને કેસો પર તપાસ શરુ કરી હતી, તપાસ દરમિયાન ચીટીંગ કરી પૈસા મેળવનાર ટોળકીના બેંકખાતાની માહિતીઓ મેળવી બેન્કને જરૂરી રીપોર્ટ કરી બેંક ખાતાઓ સ્થગિત કરાવ્યા બાદ બન્ને અરજદારોને ઓનલાઈન ફ્રોડ થયેલ રૂપિયા ૧.૮૮ લાખ બેંકખાતામાં જમા કરાવવામાં ટીમને સફળતા મળી છે, તો સાથે સાથે જામનગર સાઈબર સેલ દ્વારા લોકોને કેટલીક સૂચનાઓ પણ આપી છે કે OLX, FACEBOOK, TWITER, INSTAGRAM, જેવા સોશ્યલ મીડિયામાં આવતી લોભામણી અને સસ્તી વસ્તુઓ ખરીદતા કે વેચતા પૂર્વે સામેવાળી વ્યક્તિ કોઈ અધિકારીની કે ઓળખ આપે કે કોઈ લીનક મારફત પીન મેળવવાનું કહે તો આવા લોકોથી ચેતી અને તેની ખરાઈ કરવી જરૃરી છે, અને જો શંકા લાગે તો આવા વ્યવહારોના કરવા જોઈએ, આ કાર્યવાહી સાઈબરસેલના પી.આઈ.યુ.એચ.વસાવા, સુનીલ કાંબલિયા, બીપીન દેશાણી, ધર્મેશ વનાણી, કુલદીપસિંહ જાડેજા એ કરી હતી.