Mysamachar.in-જામનગર
આમ તો જામનગર સહિત ગુજરાતભરમા નકલી બાયોડીઝલના વેપલાનો કારોબાર ધમધમે છે જોકે મહત્વનુ એ છે કે બીજા વિસ્તારોમાં આવા હાટડા પકડાય છે, ગુના નોંધાય છે કેસ થાય છે વગેરે એક્શન ચાલુ છે પરંતુ જામનગર જિલ્લામાં પુરવઠા તંત્રની મીઠી નજર હેઠળ ક્યાંક અમુક કલાકો ક્યાક અમુક દિવસો ક્યાક અમુક અઠવાડીયાઓની ચોક્કસ ગોઠવણી થી તો કયાંક કેરબાઓમાં હોમ ડીલેવરી ચાલી રહી છે, નકલી બાયોડીઝલ બીલ વગર વેચાય છે અને સરકારને વેટનો જબરો ધુંબો DSO અને તેના પાળીતા પુરવઠા ઇન્સ્પેક્ટરને કારણે પડે છે. રાજ્યભરમા સીઆઇડી વડા રાજ્ય પોલીસ વડા ખુદ સરકારે નકલી બાયોડીઝલ વેચનારાઓને ઝડપી લઇ કેસ ચલાવવા આદેશ આપ્યા છે પરંતુ જામનગરના ડીએસઓ અને તેના ખાસ કથિત વહીવટ કરનાર પુરવઠા ઇન્સ્પેક્ટરો સરકારનો આદેશ ઘોળીને પી ગયા છે.
વળી કોઇ બાયોડીઝલની માહીતી માંગે તો એમ કહે કે અસ્પષ્ટ પ્રશ્ન છે પણ એમજ કહે ને કેમકે પાળીતા સામે નિતી વગર પાળીતા સામે અનિતિ એકને ખોળ બીજાને ગોળ એમ અપનાવી કોક ને નકલી બાયોડીઝલ વેચવા દે છે કોકના બંધ કરાવે છે કોકને ફરી શરૂ કરાવે છે કોકને અભયવચન આપિ ઓચિંતા તપાસવા જાય છે આવુ ઘણુ કરે છે, છતાય જાહેર નથી કરાતુ દરેક કાર્યવાહી છુપાવાય છે માત્ર એક વખત જ સરકારી યાદી ડીએસઓ એ અપાવી બાકી દર વખતે બાયો ડીઝલમા શુ રમત કરે છે તે જણાવતા જ નથી અને તેના ગેરકાયદેસર વેચાણ ઉપર મોટાપાયે તાગડ ધીન્ના કરે છે. આવા આક્ષેપો થાય છે તેની તપાસ થાય તે જરૂરી છે.