Mysamachar.in-મહીસાગર
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીમડીયા ચોકડી પાસે આજે શાકભાજી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા એક સાથે 8 વાહનોનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે, જેમાં મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દબાયેલા 8 લોકોને ફાયર બ્રિગેડે બહાર કાઢીને સારવાર માટે મોકલી આપ્યા છે. જોકે ટ્રક પલટી ખાઇ જતા 3 કાર સહિત 7 વાહનોનો કડુસલો બોલી જવા પામ્યો હતો,લીમડીયા ચોકડી પાસે 3 ટ્રક, 3 કાર અને 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં દોડધામ મચી ગઇ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે. પ્રાંત અધિકારી, DYSP સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.