કડબ ભરેલ ટ્રકનું ટાયર ફાટી જતા પલ્ટી, 7 ના મોત 

આજે બપોરે અહી સર્જાઈ કરુણાંતિકા 

કડબ ભરેલ ટ્રકનું ટાયર ફાટી જતા પલ્ટી, 7 ના મોત 

Mysamachar.in:ભાવનગર:

ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા આ આઈસર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો જેમાં અનેક લોકો દબાયા હોવાની માહિતી મળતા તંત્રે સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી, આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. જેમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જયારે 1 નું સારવાર દરમિયાન મોત થયું છે.પ્રાથમિક માહિતી અનુસાર મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન કડબ ભરેલી આ  ટ્રકમાં ટાયર ફાટતા તે પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 7 લોકોએ જીન્દગી ગુમાવી છે.