ટ્રકે 12 ઘેટા કચડી નાખતા કમકમાટીભર્યા મોત 

હળવદ નજીકની ઘટના

ટ્રકે 12 ઘેટા કચડી નાખતા કમકમાટીભર્યા મોત 

Mysamachar.in-મોરબી:

મોરબી જીલ્લાના હળવદના ટીકર(રણ) ગામની ચોકડી નજીક રોડ પર કાળમુખા ટ્રકે કચડી નાખતા 12 જેટલા ઘેટાનું કમકમાટીભર્યા મોત નિપજ્યા છે,.આ બનાવની પ્રાથમિક વિગત અનુસાર આજે બપોરના સમયગાળા દરમિયાન કચ્છના નખત્રાણા તાલુકામાં રહેતા સાજણભાઈ ખેતાભાઇ કરોતરા પોતાના ઘેટા બકરા સહિતના માલ-ઢોર સાથે અમદાવાદ તરફ વાંઢે જઈ રહ્યા હતા આ દરમિયાન હળવદ તાલુકાના ટીકર (રણ) ચોકડી પાસે હિટાચી ભરેલ ટ્રક ઘેંટાના સમૂહ ઉપર ફરી વળતા 12 જેટલા ઘેટા કચડાઈ જવાથી સ્થળ પર જ મોત ને ભેટયા હતા.તથા અનેક ઘેટાઓ ઇજાગ્રસ્ત થયા હતા બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો અને ટીકર ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના જીવદયા પ્રેમીઓએ દોડી જઇ દોડી જઇ પશુ ડોકટરો મારફતે ઇજાગ્રસ્ત  ઘેંટાઓની સારવાર આદરી હતી.