ટ્રક-કાર વચ્ચે અકસ્માત, 3 યુવકોના જીવ ગયા

આજે સવારે અહી બની છે ઘટના

ટ્રક-કાર વચ્ચે અકસ્માત, 3 યુવકોના જીવ ગયા
Symbolic image

Mysamachar.in:બોટાદ

રાજયમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે, એક તરફ વાહન ચલાવવામાં બેદરકારી તો બીજી ઓવરસ્પીડને કારણે હાઈવે રક્તરંજીત બની રહ્યા છે, એવામાં આજે સવારે બોટાદના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, ધંધુકાના ખેતીવાડી ફાર્મ પાસેના ગંભીર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો બે વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામ્યા છે. જેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.