લગ્નપ્રસંગથી પરત ફરી રહેલ કાર અને ટ્રકનો અકસ્માત 4 ના મોત

હજુ 4 જેટલા લોકો છે સારવાર હેઠળ

લગ્નપ્રસંગથી પરત ફરી રહેલ કાર અને ટ્રકનો અકસ્માત 4 ના મોત

Mysamachar.in-બનાસકાંઠા

વધુ એક ગમખ્વાર અકસ્માતની દુખદ ઘટના સામે આવી છે, બનાસકાઠા જીલ્લાના પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. ગત મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સતલાસણા નાનીભાલું ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા.

ઇકો કારમાં નીકળેલો આ પરિવાર રતનપુર પાસે પહોંચ્યો ત્યારે ટ્રક સાથે ઇકોનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યોમાંથી 3 સભ્યોના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. મોડીરાત્રે રતનપુર પાસે ઇકો અને ટ્રક વચ્ચે એટલો ભયાનક હતો કે અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલાને બચાવવા બનતા પ્રયાસો કર્યા હતા.