લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર અને વેક્સીન કામગીરી મનપાએ અસરકારક બનાવી 

આપને પણ જામનગર શહેર વિસ્તારમાં જોવા મળે લમ્પીવાળા પશુ તો કરો આ નંબર પર કોલ 

લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર અને વેક્સીન કામગીરી મનપાએ અસરકારક બનાવી 

Mysamachar.in-જામનગર;

જામનગર મહાનગરપાલિકા ધ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે રાજય સરકારના પશુપાલન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી જામનગર મહાનગરપાલિકા ધ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જેના નંબર 9099112101 પર ગતરોજ રોજ રાત્રીના 8:00 વાગ્યા સુધીમાં આવેલ કુલ 167 ફરિયાદો પૈકી વોર્ડ નં. 1 થી 4 માં 12 ફરીયાદો, વોર્ડ નં. 5 થી8 માં 20 ફરીયાદો, વોર્ડ નં. 9 થી 12માં 21 ફરીયાદો તથા વોર્ડ નં. 13 થી 16 માં 71 ફરીયાદો મળી કુલ 124 ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર વેનીનશન અંગેની આવેલ કુલ 167 ફરીયાદો અંગે સ્થળ તપાસ દરમ્યાન આવેલ ફરીયાદ ઉપરાંતની લમ્પી ચસ્ત જણાયેલ ગાયોને સારવાર) વેક્સીનેશનની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આસપાસના વિસ્તારમાંથી લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર અંગે આવતી ફરીયાદ અન્વયે સારવાર વેકસીનેશનની કામગીરી ચાલુ છે.

ઉપરોકત વિગતે નોંધાયેલ કુલ–167 ફરીયાદ પૈકી સ્થળ તપાસ દરમ્યાન અરજદાર વારા ફોન રીસીવ કરવામાં ન આવતા અથવા સ્થાનીકે ગાય ન હોય, તેવા ઉપસ્થિત થયેલ પશ્નોને કારણે 43 ફરીયાદો અનસોલ્વડ રહેવા પામેલ છે, વધુમાં જામનગરની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, લમ્પીગ્રસ્ત ગાયોને ઝડપી અને તાત્કાલીક સારવાર મળી ૨હે તે અંગે જામનગર શહેરના એક જાગૃતિ નાગરીક તરીકે  સહયોગ આપી જેથી સમયનો બગાડ થયા વગર વધુમાં વધુ ગાયોને બચાવી શકાય.