રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીઓ, જાણો એ કોણ કોણ જેની થઇ બદલીઓ...

હજુ પણ કેટલાક જીલ્લાઓમાં થશે ફેરફાર

રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીઓ, જાણો એ કોણ કોણ જેની થઇ બદલીઓ...
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યના કેટલાય IAS અને IPS અધિકારીઓ લાંબા સમયથી પોતાની બદલીઓની રાહ જોઇને બેઠા છે, પણ વિધાનસભા સત્ર અને બાદમાં કોરોના મહામારી સહિતના કારણોને લઈને ઉચ્ચ અધિકારીઓની બદલીઓ અટકી જતી હતી પરંતુ  લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે.

• સાબરકાંઠા કલેક્ટર તરીકે એચકે કોયાની નિમણૂંક કરાઈ

• એએમ શર્માને ડાંગ આહવા કલેક્ટર તરીકે નિમાયા છે

• ડીએસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી અપાઈ

• કે એલ બચાણી ડીડીઓ ખેડા તરીકે બદલી

• ડીડી કાપડીયા વ્યારા ડીડીઓ તરીકે બદલી

• કેડી લાખાણીની મહિસાગર ડીડીઓ તરીકે બદલી કરાઈ

• પી ડી પલસાણા ને ડીડીઓ નર્મદા તરીકે બદલી કરાઈ

• એ બી રાઠોડને પંચમહાલ ડીડીઓ તરીકે બદલી

• રવિંદ્ર ખતાલેની ડીડીઓ ગીર સોમનાથ તરીકે બદલી

આજે થયેલ અધિકારીઓની બદલી ઉપરાંત હજુ પણ કેટલાક જિલ્લાઓના પોલીસ અધિક્ષકો, કલેકટર, ડીડીઓ અને મ્યુ.કમિશનરોની બદલીઓના ઓર્ડરો થશે તેવું સુત્રોના હવાલેથી જાણવા મળે છે, લાંબા સમય પછી ગુજરાતમાં સરકારી અધિકારીઓનો બદલીઓનો દોર શરૂ થયો છે. જો કોરોનાની પરિસ્થિતિ થાળે પડશે તો ફરીથી મોટાપાયે બદલી શરૂ કરવામાં આવશે તેવુ કહી શકાય છે.