રાજ્યના ૫૮ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલીઓ...

જામનગર અને દ્વારકા જીલ્લામાં પણ થયા ફેરફાર

રાજ્યના ૫૮ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલીઓ...

Mysamachar.in-ગાંધીનગર: 

આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.બદલી પામેલ ૫૮ અધિકારીઓમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર તરીકે મૂકવામાં આવ્યા છે,

કણસાગરાના સ્થાને જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે એસ.એલ.ડોડીયાની નિમણૂક થઈ છે.જ્યારે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દેવભૂમિ દ્વારકાના જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળીયાને મુકાયા છે,જ્યારે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલનો પોસ્ટિંગનો ઓર્ડર હજુ સુધી થયેલ નથી જે હવે પછી થશે તેવું જાણવા મળી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.