વેપારીને યુવતી સહિતની ગેંગે હનીટ્રેપની જાળમાં ફસાવી બ્લેકમેલ કરી અડધો કરોડથી વધુ ખંખેર્યા

વેપારીને આ રીતે બ્લેકમેલ કરવામાં આવતો

વેપારીને યુવતી સહિતની ગેંગે હનીટ્રેપની જાળમાં ફસાવી બ્લેકમેલ કરી અડધો કરોડથી વધુ ખંખેર્યા

Mysamachar.in-મહેસાણા

આજના સમયમાં સ્વરૂપવાન યુવતી ફોનમાં કે રૂબરૂ પુરુષો અને ખાસ કરીને યુવાઓ સાથે વાત કરે એટલે યુવાઓ આવી યુવતીઓની જાળમાં આવી જતા હોય છે, પણ ખરેખર યુવતીને આગળ કરીને પાછળ આખી ગેંગ સક્રિય હોય છે, જે બાદ બ્લેકમેલીંગ અને પૈસા પડાવવાનો સિલસિલો ચાલુ થાય છે, આવો જ એક કડવો અનુભવ મહેસાણા જીલ્લાના ઊંઝાના વેપારીને થતા વેપારીએ અડધો કરોડથી વધુની રકમ પડાવનાર યુવતી સહીત 7 સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં ઉંઝાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવતાં વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે. ડિમ્પલ પટેલ નામની યુવતી સહિત 7 લોકોએ હનીટ્રેપ કરી હોવાની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હનીટ્રેપમાં ફસાતા વેપારીએ 58.50 લાખ ગુમાવવાનો પણ વારો આવ્યા છે. સંજીવ નામનો વેપારી આકર્ષક યુવતીના સંપર્કમાં આવતા યુવતી વેપારીને મજા માણવા અલગ-અલગ સ્થળે બોલાવી તેની પાસેથી રૂપિયા પડાવતી સંજીવ યુવતી સાથે ફોન પર સંપર્કમાં અને અવાર નવાર વાતચીત કરતો બંને વચ્ચે નિકટતા આવતા યુવતીએ શરીર સંબંધ માણવા વેપારી પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ઘટસ્ફોટ થયો છે.

યુવતી વેપારીને પ્રલોભન આપી ફોન પર મીઠી મીઠી વાતો કરી વેપારીને પોતાની જાળમાં ફસાવી વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ યુવતી ગાયબ થઈ જતા સમગ્ર મામલો સામે આવતા વેપારીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મહત્વનું કે ફોન પર વાત કરી હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી ડિમ્પલ પટેલ સાથે અન્ય સાત લોકો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડિમ્પલ પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મૌલિક પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત અને સંદીપ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

-વેપારીને આ રીતે બ્લેકમેલ કરવામાં આવતો

સમગ્ર ઘટના બાદ યુવતીના સંપર્કોમાં આવ્યા પછી વેપારી સંજીવ પાસેથી પૈસા મેળવવા માટે અલગ અલગ આરોપીઓ ડીમ્પલ પટેલ નામની યુવતી સાથે સંજીવને વાતો કરાવી બળાત્કારના એબોર્શન કરાવવાના ગુન્હામાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને સમાજમાં બદનામ કરી દઈશું તેમ કહી ધાકધમકીઓ અવિરત રાખી માર્ચ 2021 થી 3 જુલાઈ 2021 સુધીમાં 58 લાખથી વધુની રોકડ પડાવી લીધી હતી.