વેપારીએ ઓનલાઈન ઈ બાઈક મંગાવ્યા, બાઈક તો ના મળ્યા પણ 5 લાખ પણ ગયા 

વાંચો સંપૂર્ણ વિગત બાઈક ને બદલે શું મળ્યું 

વેપારીએ ઓનલાઈન ઈ બાઈક મંગાવ્યા, બાઈક તો ના મળ્યા પણ 5 લાખ પણ ગયા 
symbolic image

Mysamachar.in:સુરત

આજના ઓનલાઈન ખરીદી અને વેચાણના સમયમાં જો સાવચેતી રાખવામાં ના આવે તો દુર બેસેલા ગઠિયાઓ તકનો લાભ લઇ અને બેંક ખાતા સાફ કરી શકે છે, આવો જ એક કડવો અનુભવ સુરતના એક વેપારીને થયાનો કિસ્સો સામે આવ્યો છે, ઓનલાઇન ઇ બાઇક મંગાવનાર ગોપીપુરાના વેપારી સાથે 5 લાખની છેતરપિંડી કરનારા યુપી અને દિલ્હીના ઠગ સામે અઠવાલાઇન્સ પોલીસ મથકે ગુન્હો દાખલ થયો છે, ગોપીપુરાના વેપારી વત્સલ કિશોરચંદ્વ કાપડીયાએ ઓનલાઇન ઈ-બાઇકની ડીલરશિપ માટે જાહેરાત વાંચી હતી. જેમાં તેમણે મનીષ સારસ્વત અને પ્રશાંત ચૌરસીયા સાથે સંપર્ક સાધ્યો હતો. બંને ગઠીયાઓ પૈકી એક મનીષ પોતે ઈ-બાઇકનો પ્રોપાઇટર અને બીજો પ્રશાંત ડાયરેકટર હોવાની વાત કરી હતી. વત્સલ કિશોરચંદ્વ કાપડીયાએ એક બાઇકની કિંમત 50,500 રૂપિયા નકકી કરી ને 10 ઈ-બાઇકોનો ઓર્ડર આપ્યો હતો.

વેપારીએ આરટીજીએસથી 13મી ઓકટોબરે 5 લાખની રકમ મોકલી આપી હતી. પછીના બે દિવસ પછી કુરિયરમાં ઈ-બાઇક મોકલી આપવાની વાત કરી હતી. બે દિવસ પછી બંને ગઠીયાઓ એકબીજાને ખો આપવા લાગ્યા હતા. પછી પલસાણા કુરિયરમાં મોકલી આપ્યાની વાત કરી હતી. બાદમાં બન્ને મોબાઇલ બંધ કરી ગાયબ થયા છે. આમ ઓર્ડર મુજબ ઈ-બાઇકો પણ ન આપી અને 5 લાખની રકમ ગુમાવતા વેપારીએ બંને વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.