ટ્રેક્ટર અને ટ્રેલર અથડાયા, 2 ના મોત

અહી બની છે આ ઘટના વાંચો

ટ્રેક્ટર અને ટ્રેલર અથડાયા, 2 ના મોત

Mysamachar.in:સુરેન્દ્રનગર

અમદાવાદમાં કચ્છ હાઇવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. અખિયાણા નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચેનાં અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. મોતનો આંક વધે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. અકસ્માત સમયે આ ટ્રેક્ટરમાં 20 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને 108 મારફતે ધ્રાગંધ્રા ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.