રાહત: આવતીકાલ સવાર 9 થી બપોરે 3 સુધી ધમધમશે લારીગલ્લા સહિતના ધંધા રોજગાર

વેપારીઓની વેદના પણ મોટી છે

રાહત: આવતીકાલ સવાર 9 થી બપોરે 3 સુધી ધમધમશે લારીગલ્લા સહિતના ધંધા રોજગાર
file image

Mysamachar.in-અમરેલી

રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રી કર્ફ્યૂ સહિત અનેક કડક નિયંત્રણો હાલમાં લાગૂ છે. જેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગયા છે.

આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના પીપાવાવમાં કહ્યુ કે, હવે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લાગૂ છે ત્યાં વેપારીઓ સવારે 9થી બપોરે ત્રણ કલાક સુધી દુકાનો ખોલી શકશે. હવે જીવન જરૂરીયાત સિવાય અન્ય વસ્તુઓની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ 27 મે સુધી અમલમાં રહેશે. કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.