ગણેશ ચતુર્થી નિમિતે સપડા મંદિર ખાતે 33 ફૂટ ઊંચી ગણપતિની મુર્તિનું કાલે થશે અનાવરણ

દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો

ગણેશ ચતુર્થી નિમિતે સપડા મંદિર ખાતે 33 ફૂટ ઊંચી ગણપતિની મુર્તિનું કાલે થશે અનાવરણ

mysamachar.in-જામનગર:

જામનગર કાલાવડ હાઇવે પર આવેલ સપડા સિદ્ધિવિનાયક મંદિર ખાતે સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં 33 ફૂટ ઊચી ગણપતિની ભવ્યાતિભવ્ય મુર્તિ નું અનાવરણ સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય હકૂભા જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે સવારે  9:00 કલાકે યોજાશે જ્યારે મંગલા આરતી સવારે 6:00 કલાકે ધ્વજદંડ વિધિ બપોરે 12:30 કલાકે ગણેશ મહાયજ્ઞ સવારે 8:30 કલાકે જ્યારે પ્રસાદી ભંડારો બપોરે 12:30 કલાકે યોજાશે,

આ કાર્યક્રમો ઉપરાંત આવતીકાલે રાત્રે ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા 9:30 કલાકથી ભવ્ય સંતવાણી અને ડાયરો પણ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે આવતી કાલે સપડા મંદિર ખાતે યોજાનાર આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા મહંત શ્રી મીલનગીરી મહારાજ દ્વારા ભાવિકોને અનુરોધ કરાયો છે.