૩૦ જુન...આજે વર્લ્ડ સોશિયલ મિડિયા ડે,

જામનગરના લાખો લોકો સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા છે

૩૦ જુન...આજે વર્લ્ડ સોશિયલ મિડિયા ડે,

Mysamachar.in-જામનગર:

ઓનલાઈન માર્કેટિંગના લેટેસ્ટ ટ્રેન્ડને જાણવો અને જાળવવો જરુરી છે.જે લોકો જમાના સાથે  નહિ ચાલે તે પાછળ રહી જશે,દરેક સિક્કાની બે બાજુ હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાને ટાઈમપાસનું સાધન કે અફવા ફેલાવનારા માધ્યમ તરીકે જુએ છે,પણ બીજી તરફ અનેક લોકો એવા છે જેમણે સોશિયલ મીડિયાને જ કમાણીનું સાધન બનાવી દીધુ છે. મેટ્રો સિટીમાં અનેક લોકોએ સોશિયલ મીડિયા માર્કેટિંગને કેરિયર ઓપ્શન તરીકે સ્વીકારી ચુક્યા છે.

જામનગર ના Passionate યુવાન કિશન રાડિઆ...(Google Certtified સોશિયલ મિડીયા તથા ઓનલાઈન માર્કેટિંગ એક્સપર્ટ) તેવો છેલ્લા ૩ વર્ષથી ઓનલાઈન માર્કેટિંગ નું કામ ચલાવી રહ્યા છીએ તેમજ  જામનગરના નાના-મોટા બીઝનેસ/ કંપનીના પ્રમોશન ઓનલાઈન માર્કેટિંગના માધ્યમથી  લાખો લોકો સુધી પહોચાડી રહ્યા છે,કિશન રાડિઆએ તેમનો અભ્યાસ M.B.A (HR) કર્યો છે. પણ એમનો પેસન IT છે.જેમણે જામનગરમાં એક અલગ જ પ્રકારનો માર્કેટિંગ કોન્સેપ્ટ લાવ્યા છે અને જામનગર ના લોકો તેમના કામને બિરદાવી રહ્યા છે.

બદલતા જમાનાની સાથે આજે Internet નો વ્યાપ જે રોકેટ ગતિથી વધી રહયો છે,તે આપણે સૌ જાણીએ છીએ અને આજે વિજળીની જેમ લગભગ જીવનનો અવિભાજય અંગ આ ઈન્ટરનેટ બની રહ્યું છે. દરેક ધંધા માટે ઈન્ટરનેટ નો મહતમ ઉપયોગ થવા લાગ્યો છે. ખાસ કરી ને સોશિયલ મીડિયાનો ભારતની કુલ ૧.૩ અબજ ની વસ્તીમાં ૮૦ કરોડ થી વધુ 
લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર અને વોટસઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ સાથે જોડાયેલ છે.