સ્ટે.કમિટીમાં સિવિલ શાખા અને વોટરવર્કસ શાખાના અધિકારીઓ સામસામે, તો આરોગ્ય વિભાગમાંથી કોઈ હાજર જ ના રહ્યું.!

માસ્કના આડેધડ દંડનો મુદ્દો પણ ખુબ ગાજ્યો

સ્ટે.કમિટીમાં સિવિલ શાખા અને વોટરવર્કસ શાખાના અધિકારીઓ સામસામે, તો આરોગ્ય વિભાગમાંથી કોઈ હાજર જ ના રહ્યું.!

My Samachar.in : જામનગર 

જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, આ બેઠકમાં આજે નીરસ જેવી રહી છે, પણ જે મુદ્દાઓ આંતરિક આધારભૂત સુત્રો પાસેથી મળ્યા છે તે ચોકાવનારા છે, કારણ કે પદાધિકારીઓની હાજરીમાં જ શહેરના રસ્તા પર ચરેડા રીપેર કરવાના મુદ્દે વોટર વર્કસ અને સિવિલ શાખાના અધિકારીઓ સામસામે આવી ગયા હતા અને “ઓલા કે અમે ના કરીએ આ કે અમે ના કરીએ” તેવી ચર્ચાઓ બાદ અંતે સિવિલ શાખા વોટરવર્કસના ખાડા બુરવાનું કામ કરે તેવું નક્કી થયું હતું. આમ પદાધિકારીઓની હાજરીમાં આવી રીતે ભલે મર્યાદામાં પણ એક બીજાના વિભાગને ખો દેતા અધિકારીઓ શહેરીજનોને તેમના પ્રશ્નો લઈને આવતા હશે ત્યારે કેવી ખો આપતા હશે તે વિચારવા જેવું તો છે જ...

આ ઉપરાંત આજે કમિશ્નર અને નાયબ કમિશ્નર કોરોના સંક્રમિત હોવાથી તે નહોતા તો આસી.કમિશ્નર પણ બેઠકમાં હાજર નહોતા, હાલ દૈનિક 200થી વધુ કેસ કોરોના પોજીટીવ આવ્યા રહ્યા છે ત્યારે જેની મુખ્ય જવાબદારી છે તે આરોગ્ય વિભાગના એક પણ અધિકારી તકનો લાભ લઈને (ફિલ્ડમાં હોવાનું જણાવીને) હાજર રહ્યા નહોતા એટલે કે આરોગ્ય વિભાગને લગત ચર્ચાઓ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં થઇ શકી નહોતી,

આ ઉપરાંત મનપાના બહાદુર અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી આડેધડ ગમે તેની પ્રીમાઈસીસમાં ઘુસી જઈને આડેધડ માસ્કના દંડ વસુલી રહ્યા છે, અને મન થાય તેમ ફોટોગ્રાફી કરી રહ્યા છે, તે મુદ્દા પર પણ  સ્ટેન્ડિંગ કમિટીમાં રોષ જોવા મળ્યો હતો અને કેટલાય સભ્યોએ કહ્યું કે “શું તમને કોઈએ ટાર્ગેટ આપ્યા છે કે આડેધડ દંડ શરુ કર્યા છે” ત્યારે જો કોઈ કાયદાકીય પગલું ભરશે તો મનપાને મુસીબત થશે માટે યોગ્ય લીમીટમાં રહીને માસ્કના દંડની કાર્યવાહી કરવા પણ સભ્યોનો રોષ સામે આવ્યો હતો.