આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે, જાણકારીના અભાવે કમર, ગરદન, ખંભાના રોગથી લોકો પીડાઈ રહ્યા છે

આપણા શરીરને રોજ કેટલી માત્રામાં પાણી જોઈએ.??

આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે, જાણકારીના અભાવે કમર, ગરદન, ખંભાના રોગથી લોકો પીડાઈ રહ્યા છે
symbolic image

Mysamachar.in-જામનગર

અતિ વ્યસ્ત અને અનિયમિત જીવન તથા કસરતના અભાવને લઈ લોકોને શરીરમાં સાંધા-સ્નાયુના દુ:ખાવા સહિત ઘણી તકલીફો પડી રહી છે. જેના ઉપચાર માટે ઠેર-ઠેર ફિઝિયોથેરાપી સેન્ટર નજરે પડી રહયા છે. સમગ્ર વિશ્વમાં 8મી સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવવામાં આવે છે. તો આ અંગે આલયમ રિહેબ કેર દ્વારા શેર કરવામાં આવેલ માહિતી મુજબ આ એક એવી શાખા છે કે જેમાં દર્દીના દુઃખાવાને ખૂબ જ સાવચેતીપૂર્વક દુર કરવામાં આવે છે અને તે દુ:ખાવા કે તકલીફ ફરીથીના થાય એવા પ્રયાસ કરવામાં આવે છે અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે.

આપણા માટે મહત્વની વાત એ છે કે આ સારવારમાં સાંધા-સ્નાયુના દુઃખાવા કોઈપણ પ્રકારની સર્જરી-ઓપરેશન વગર કોઈપણ પ્રકારની દુ:ખાવાની દવા કે ઈન્જેકશન વગર અને કોઈપણ જાતની આડઅસર વગર મટાડવામાં મદદ કરે છે અને કુદરતી રીતે જ હીલીંગ પ્રોસેસ ઝડપી બનાવે છે. આને કારણે રોગ તથા દુ:ખાવો મૂળમાંથી નાબુદ થાય છે. આ ઉપરાંત ફિઝિયોથેરાપી અને દુ:ખાવામાં જ નહીં પણ ન્યુરોલોજીકલ, થીડિયાટ્રીક (બાળકોના વિકાસમાં થતી ખોડ-ખાપણ), કાર્ડિયોલોજી અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યામાં અકસીર સાબિત થઈ છે.

એકસ-રે અને એમ.આર.આઈ. કરવાથી દુઃખાવાનું સંપૂર્ણ નિદાન શકય નથી જયારે ફિઝિયોથેરાપીમાં વાયલેશન મથક એટલે કે તમારા સ્નાયુને દબાવીને દુઃખાવાની તીવ્રતા વીશે જાણી શકાય છે અને સ્પેશ્યલ ટેસ્ટ દ્વારા શરીરની અંદર થતી તકલીફો જાણી શકાય છે. તેના નિવારણ માટે ડાયરેકટ ફિઝિયોથેરાપીસ્ટનો સંપર્ક કરી શકો છો. હાલના સમયમાં સમાજમાં યોગ્ય જાણકારીના અભાવે અને ઉઠવા-બેસવાની ટેવના કારણે કમરમાં 63%, ગરદનના 53%, ખંભાના 38% થી વધારે લોકો પીડાઈ રહયા છે. કયાંક ને કયાંક આ તકલીફો વિટામીન-ડી અને કેલ્શીયમની ઉપણના લીધે પણ જોવા મળે છે કે જે આપણા શરીરના હાડકાને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં 80% થી 85% જેટલો પાણીનો ભાગ છે. જે સાંધાના લુબ્રીકેશન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે અને રોગપ્રતિકારક શકિત વધારે છે.