જ્યારે જીઆઇડીસી ફેસ-૩ના ઉદ્યોગકારો પર આવી પડી આ આફત ત્યારે શું કર્યું એસોસિએશને..

આજે છે મતદાન...

જ્યારે જીઆઇડીસી ફેસ-૩ના ઉદ્યોગકારો પર આવી પડી આ આફત ત્યારે શું કર્યું એસોસિએશને..

mysamachar.in-જામનગર

દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી અને તેની ટીમ ઉદ્યોગકારોનો કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે સતત જાગૃત રહી છે,તેનું ઉદાહરણ જીઆઇડીસી ફેસ-૩ વસાહતના ઉદ્યોગકારો પર આવી પડેલ વધારાની રકમ ભરવાના આર્થિક ભારણ બાબતે તા.૧૫-૦૫-૨૦૧૭ ના રોજ એસોસીએશનના કાર્યાલય પર ઉદ્યોગકારોની જનરલ મીટીંગ એસોસીએશન દ્વારા બોલવવામાં આવેલ આ મીટીંગમાં સર્વ સંમતિથી ૧૬ સભ્યોની એક્શન કમીટીનું આ મામલે ગઠન કરવામાં આવ્યું અને આ સમિતિને એસોસીએશનના નેજા હેઠળ વધારાના આર્થિક ભારણ અંગે કાર્યવાહી કરવાની સતા સોંપવામાં આવી હતી.

આ દરમ્યાન પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી અને કારોબારી સભ્યોની ટીમની વર્ષ ૨૦૧૪થી સતત રજૂઆતો અને અથાગ પ્રયત્નોને લીધે જીઆઇડીસી દ્વારા એલઆરસી પેટે વસૂલવાના જે ૨૩૩૦/- પ્રતિ મીટરની નોટીસો ફાળવવામાં આવેલ હતી તેના બદલે હાલમાં ૧૬૪૫/- પ્રતિ મીટરે વસૂલવાનું નક્કી કરવામાં આવેલ છે,એટ્લે કે અંદાજે પોણા સાતસો થી સાતસો રૂપિયા પ્રતિ મીટર ઘટાડો લાવવામાં એસોસીએશનને સફળતા મળેલ છે.જેમાં પણ લગભગ ૧૫૫૦ પ્રતિ મીટર કે તેથી પણ ઓછું કરવી શક્યા હોત પરંતુ જનરલ સભામાં બનાવવામાં આવેલ સમિતિના અમુક કહેવાતા આગેવાનોએ જીઆઇડીસીના ટોચના અધિકારીનું મીટીંગ દરમ્યાન અપમાન કરતા જે ફાયદો મળવા પાત્ર હતો તે ટલ્લે ચડ્યો છે.દિનેશભાઇ ચાંગાણીના નેતૃત્વમાં બનાવવામાં આવેલ નવી પેનલને આગામી ચૂંટણીમાં વિજયી બનાવવામાં આવશે તો આ બાબતે સચોટ રજૂઆતો કરી વધુ ફાયદો મળી રહે તેવો સફળ પ્રયત્ન કરવામાં આવશે,તેવી વાત પણ વિકાસ પેનલ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા જીઆઇડીસી વસાહત ફેસ-૨ અને ૩ને નિર્દિષ્ટ વિસ્તાર જાહેર કરવાની માંગણી એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૦૭થી ચલાવવામાં આવી રહી છે, અને તા. ૦૫-૦૩-૨૦૧૨ ના રોજ જિલ્લા કલેક્ટર જામનગર દ્વારા આ અંગે જરૂરી ના-વાંધા પ્રમાણપત્ર પણ મેળવવામાં આવેલ છે.

આ દરમ્યાન જામનગર મહાનગરપાલિકાની હદમાં વધારો થતાં,જીઆઇડીસી ફેસ-૨ અને ૩ વિસ્તારનો પણ તેમાં સમાવેશ થયો.તે સમયે પણ એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવતુ આવેદનપત્ર મેયરને પાઠવેલ,આમ છતાં મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૩થી લાગુ પડતા પ્રોપર્ટી ટેક્સના આશરે રૂ.૨૭ કરોડના બિલ ફેસ-૨ અને ૩ના ઉદ્યોગકારોને પાઠવવામાં આવ્યા ત્યારે પણ વર્તમાન બોડી દ્વારા તેનો કાયદેસર વિરોધ કરવામાં આવ્યો તેના કારણો એવા હતા કે વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધીમાં આશરે રૂપિયા ૧૭ કરોડ ઉદ્યોગકારો જીઆઇડીસીને સર્વિસ ચાર્જ પેટે ભરી ચૂક્યા છે.

આથી ઉદ્યોગકારો પર બેવડું ભારણ ન આવે તથા વચલા રસ્તા તરીકે જામનગર મહાનગરપાલિકા સાથે ૭૫:૨૫નું એમઓયુ, કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વટવા અને ઓઢવ જીઆઇડીસી વિસ્તાર સાથે કરવામાં આવેલ છે,તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.આ એમઓયુ લગભગ ફાઇનલ થવા ઉપર જ હતું.
ત્યારે ઉદ્યોગકારોના એક જુથ તરફથી બિનશરતી રીતે જામનગર મહાનગરપાલિકામાં ફેસ-૨ અને ૩ વિસ્તારને ભેળવી દેવાની રજૂઆતો કરતા,જામનગર મહાનગરપાલિકાએ આપણાં ૭૫:૨૫ના એમઓયુના પ્રસ્તાવને રદ કરી ફરીથી

ઉદ્યોગકારોને આશરે ૨૭ કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેક્સના બીલ પાઠવ્યા અને ત્યારબાદ તુરંત જ મિલ્કત જપ્તીની નોટીસો પાઠવવામા આવી.પ્રમુખ દિનેશભાઇ ચાંગાણી તથા ટીમ દ્વારા સૂઝ-બૂઝ વાપરી ઉદ્યોગકારોના હિતમાં જામનગર મહાનગરપાલિકાની પ્રોપર્ટી ટેક્સની વસૂલાત તથા મિલ્કત જપ્તીની નોટીસો સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી દેવામાં આવી.જામનગર મહાનગરપાલિકા પાછલી અસરથી આપણાં વિસ્તારમાંથી ટેક્સ વસૂલ ન કરી શકે તેવો મનાઈ હુકમ મેળવી ઉદ્યોગકારોના હિતમાં ભરાયેલા આ પગલાનો સફળતાનો શ્રેય પણ દિનેશભાઈ ચાંગાણીની ટીમને જાય છે.

ત્યારે આજે મતદાનને દિવસે મતદારોનો જુવાળ સાથીયા ને સાથ આપવા તરફ નીકળી પડ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.