Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયત, જામનગર જીલ્લાની છ તાલુકા પંચાયત અને 1 સિક્કા નગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવવાનું છે, ત્યારે આજે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા તો તમામ ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા અને કયાંક વિરોધના છમકલા પણ થયા, કયાંક આંતરિક ગણગણાટ પણ થયો તે તમામ વચ્ચે જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા જીલ્લાપંચાયત, તાલુકાપંચાયતો કે નગરપાલિકા માટે નામોની કોઈ સતાવાર યાદી જાહેર કરવામાં ના આવી હોવાનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડિયાએ વાતચીતમાં કહ્યું… હવે કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા, કે આંતરિક અસંતોષ કે પછી ઉમેદવારોની યાદી ખાનગી રાખી અને ભાજપ સામેની રણનીતિના ભાગરૂપે સીધા જ મેન્ડેટ આપી અને ઉમેદવારોને ફોર્મ ભરવા મોકલવામાં આવશે તે જોવાનું છે, આમ આજે છેલ્લા દિવસે શું નવા બણગાઓ ફૂટશે તે જોવાનું છે.