આજે છે કાળી ચૌદશનો દિવસ, આજનું શું છે મહત્વ 

આજે હનુમાનજી અને મહાદેવજીની પૂજા થી

આજે છે કાળી ચૌદશનો દિવસ, આજનું શું છે મહત્વ 

Mysamachar.in-ડેસ્ક:

દિવાળીના એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરક ચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે યમ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ પર્વ નરકાસુર અને રાજા બલિ સાથે પણ જોડાયેલું છે. આ વખતે આ પર્વ 3 નવેમ્બર, એટલે કે આજે બુધવારે સવારે 9.03 કલાક પછી શરૂ થઈ રહ્યું છે. પુરાણો પ્રમાણે, આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉબટન, તેલ વગેરે લગાવીને સ્નાન કરવું જોઇએ.

કાળી ચૌદશ એટલે માં મહાકાલી માતાજીની પૂજાનો દિવસ કાળી ચૌદશના દિવસે સંધ્યા સમય અને રાત્રી સમય દરમ્યાનમાં મહાકાલી માતાજીની પૂજા ઉપાસના કરવી,સાથે ભગવાન મહાદેવજી અને હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે,મહાકાલી માતાજીની પૂજા કરવાથી શક્તિ અને સાહસની પ્રાપ્તિ થાય છે,હનુમાનજી અને મહાદેવજીની પૂજા થી અશુરી દ્રષ્ટિ અને અશુરી તત્વોથી ઘર અને પરિવારની રક્ષા થાય છે,અને રક્ષા કવચનું પ્રદાન થાય છે,સાથે આ દિવસે નવચંડી માતાજીના યજ્ઞનું વિશેષ ફળ દર્શાવવામાં આવ્યું છે.