આજે છે ધનતેરશ, મહાલક્ષ્મી માતાજીની પૂજા માટે  આ છે મુહુર્ત 

આજે છે ધનતેરશ, મહાલક્ષ્મી માતાજીની પૂજા માટે  આ છે મુહુર્ત 
file image

Mysamachar.in-ડેસ્ક:

ધન તેરસના ઉત્સવ સાથે આપણે બધા ભગવાન આરોગ્ય પ્રદાતા ધન્વન્તરીજીની જયંતીનો ઉત્સવ ઉજવીએ છીએ.ધનતેરસ એટલે માં મહાલક્ષ્મી માતાજીની પૂજાનો દિવસ, ધનતેરસના શુભ અને પવિત્ર દિવસે માં મહાલક્ષ્મી માતાજીની પૂજા-ઉપાસનાનું શ્રેષ્ઠ ફળ બતાવવામાં આવ્યું છે,માં મહાલક્ષ્મીજી  પૂજા સાથે અષ્ટ લક્ષ્મી અને માં કમલા દેવી પૂજન કરવું લાભદાયી રહે,મહારાણી લક્ષ્મીજી ની પૂજાથી ધરમાં શુભ અને દૈવી લક્ષ્મીનો નિવાસ થાય છે,સાથે ધન્વન્તરી ભગવાનની પૂજા કરવાથી શ્રેષ્ઠ આરોગ્ય અને આયુષ્ય પ્રદાન થાય છે,યોગ્ય ભૂદેવ પાસે દર વર્ષે નિવાસસ્થાને અથવા કાર્ય ક્ષેત્રેમાં મહાલક્ષ્મી પૂજન અને ધન્વન્તરી પૂજન કરાવી દીપ દાન કરવું જોઈએ.શ્રી રાજ રાજેશ્વરીમાં લક્ષ્મીપૂજન કરવા માટેની યાદી આ મુજબ છે.

તારીખ- 02/11/2021મંગળવાર આસો વદ-13 (ધન સવારે 11:31 મિનિટથી આરંભ થશે,આ દિવસે શ્રી રાજ રાજેશ્વરીમાં શ્રી યંત્ર પૂજનમાં-કમલા પૂજન,દીપ દાન,ધન્વન્તરી પૂજન કરવા માટે મૂહર્ત આ પ્રમાણે છે. 

-સવારે 11:09 મિનીટ થી 12:33 લાભ

-બપોરે 12:11 મિનીટ થી 12:56 અભિજિત મૂહર્ત 

-સાંજે 5:58 થી સાંજે મિનીટ 06:22 સુધી ગૌ ધુલીક મૂહર્ત

-સાંજે 6:57 થી રાત્રે 8:53 મિનીટ સુધી સ્થિર લગ્ન વૃષભ

સાંજે 7:46 થી રાત્રે 21:22  મિનીટ સુધી લાભ

રાત્રે 10:58 થી રાત્રે 11:16 મિનીટ સુધી શુભ

રાત્રે 01:23 થી રાત્રે 03:21  મિનીટ સુધી સ્થિર લગ્ન સિંહ

નોંધ–બપોરે 03:22 થી બપોરે 4:46સુધી રાહુ કાળ, અને રાત્રે 11:17 થી રાત્રે 12:00 મિનીટ સુધી દુર મૂહર્ત છે માટે આ સમયના મૂહર્ત આપવામાં આવ્યા નથી જેની નોંધ લેવી

આલેખન:જ્યોતિષી જીગર એચ.પંડ્યા ગોલ્ડ મેડાલીસ્ટ:જામનગર-9714652602