રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલની પ્રતિષ્ઠા વચ્ચે આજે હાપા યાર્ડનું મતદાન

૧૩૬૭ મતદારો કરશે ફૈસલો

રાઘવજી પટેલ અને ચંદ્રેશ પટેલની પ્રતિષ્ઠા વચ્ચે આજે હાપા યાર્ડનું મતદાન

mysamachar.in-જામનગર:

આજે જામનગર હાપા યાર્ડના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં આજે મતદાન હોય,છેલ્લા ઘણા દિવસોથી ભાજપના જ બંને જૂથો દ્વારા અનેક રાજકીય કાવાદાવા કરીને મતદારોને રીજવવા માટે ગત મોડીરાત્રી સુધી લડી લીધું છે,ત્યારે એક બાજુ પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલની પેનલ મેદાનમાં છે,તો બીજી તરફ પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલની પેનલ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને જીતના દાવાઓ કરી રહ્યા છે,

તેવામાં આજે હાપા યાર્ડનું સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન હોય સવારથી જ હાપા યાર્ડ ખાતે મતદાનને લઈને ભાજપના બંને જૂથો વચ્ચે ભારે ઉતેજનાના વાતાવરણ વચ્ચે મતદાનની શરૂઆત થયેલ છે,

હાપા માર્કેટિંગ યાર્ડના ચૂંટણી જંગમાં એક બાજુ રાઘવજી પટેલનું તો બીજી બાજુ પૂર્વ સાંસદ અને જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલના જુથ વચ્ચે સીધી ફાઇટ થશે,કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા રાઘવજી પટેલ જુથ અને જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલનું જુથ લડી લેવાના મુડમાં હોય એકબીજાને નમતું જોખવા માંગતા ન હોવાથી ભાજપની જ અંદરો અંદરની આ લડાઈમાં કોણ ફાવશે તેનું ભાવિ ૧૩૬૭ મતદારો આજે નક્કી કરી નાખશે.જ્યારે હાઇકોર્ટના આદેશ મુજબ રણજીતપર,નાની લાખાણી,નંદપુર-વીરપુર મંડળીના કુલ ૬૦ મત હોય અલગથી મતદાન થશે તેવું જાણવા મળે છે,

હાપા યાર્ડ ખેડૂત વિભાગની ૮ બેઠકમાં ૭૮૫ મતદારો,વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૪૮૯ મતદારો અને ખરીદ-વેંચાણ સંઘની ૨ બેઠકો માટે ૯૩ મતદારો મળીને કુલ ૧૩૬૭ મતદારો હોય બંને જુથ દ્વારા સંપર્ક કરીને ચૂંટણી જીતવા માટે ગતરાત્રી સુધી ભારે ભાગદોડ વચ્ચે અને અનેક રીતરસમો અપનાવીને મતદારોને એકબીજા તરફ મતદાન કરવા રણનીતિ ઘડવામાં આવી છે,ત્યારે આજે ભારે ઉતેજનાના વાતાવરણ વચ્ચે મતદારો આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં રાઘવજી પટેલ કે ચંદ્રેશ પટેલ પર પસંદગી ઉતારશે તે આગામી ૧૧ ડિસેમ્બરના રોજ ફૈસલો થઈ જશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.