આજે “ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે” જામનગરમાં લેવાયા ભ્રષ્ટાચાર નાબુદીના શપથ 

વહીવટનું વધી રહેલું પ્રમાણ

આજે “ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે” જામનગરમાં લેવાયા ભ્રષ્ટાચાર નાબુદીના શપથ 

Mysamachar.in-જામનગર:

આમ તો જામનગર સહીત રાજ્યભરમાં દિવસે ને દિવસે લાંચિયાઓની સંખ્યામાં સતત વધારો જ થઇ રહ્યો છે, એવામાં રાજ્યના મુખ્યમંત્રી પણ ભ્રષ્ટાચાર ને લઈને અનેક વાતો મંચ પરથી કહી ચુક્યા છે, અને મોટાભાગની સરકારી કચેરીઓમાં “વહીવટ” વિના કામ પતતું નથી, ત્યારે “ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે” છે, જેની ઉજવણી રાજ્યમાં કેટલાય એકમોમાં થઇ રહી છે, ત્યારે જામનગર એસીબી દ્વારા પણ ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જામનગર એસીબી પીઆઈ એ.ડી.પરમાર અને જામનગર એસીબી સ્ટાફ દ્વારા વિવિધ સંસ્થાઓના આગેવાનો, સ્કુલના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, સહિતના લોકો સાથે એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી શું છે.? કઈ રીતે મદદ મેળવી શકાય, ટોલ ફ્રી નમ્બર ૧૦૬૪ અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી, તો વધુમાં કાર્યક્રમના અંતે  ઉપસ્થિત સૌ કોઈએ જામનગર અને રાજ્યમાંથી  ભ્રષ્ટાચાર નાબુદ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.