ભ્રષ્ટાચાર રોકવા મગફળીનો ભાવફેર ખેડૂતોના ખાતામાં જમા કરો

આવતીકાલે યાર્ડોમાં છે હડતાલ

ભ્રષ્ટાચાર રોકવા મગફળીનો ભાવફેર ખેડૂતોના ખાતામાં જમા કરો
ફાઇલ તસ્વીર

mysamachar.in-જામનગર:

ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવાર બાદ તા.૧૫થી ટેકાના ભાવે યાર્ડ મારફત મગફળી ખરીદી કરવાની જાહેરાત કરીને આવતીકાલે તા.૧ નવેમ્બરથી ખેડૂતોએ નોંધણી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાની સૂચના અપાય છે ત્યારે બીજી બાજુ જામનગર સહિત સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા ગુજરાત સરકાર ભાવાંતર યોજના લાગુ કરે તેવી માંગણી સાથે આવતીકાલ તા.૧ નવેમ્બરથી વેપારીઓ દ્વારા હડતાલ જાહેર કરાઇ છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રના કુલ ૨૬ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે સરકાર મગફળીના ભાવે ટેકાની ખરીદીમાં જેટલી રકમની નુકશાન કરે છે એટલી રકમનો ખેડૂતોને ફાયદો પણ નથી અને બીજી તરફ મગફળીના ભાવ ટેકા ભાવ કરતાં ઓછા હોવા છતાં ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી વેંચી રહ્યા છે, અને ભાવાંતર યોજના નહીં હોવાથી લાભ મળતો નથી તેવું વેપારીનું માનવું છે,

રાજ્ય સરકાર  સમક્ષ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખેડૂતોના હિતમાં ભાવાંતર યોજના એટ્લે કે, ટેકાના ભાવથી ઓછા ભાવે મગફળી વેંચાય તેનો ભાવફેર ખેડૂતોના ખાતા જમા કરાવવાની માંગણી નહીં સંતોષાય તો આવતીકાલથી તા.૧ નવેમ્બરથી સૌરાષ્ટ્ર યાર્ડના તમામ વેપારી સંગઠનોએ આ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે, હવે આ હડતાલની અસર કેટલી અને કેવી થશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે,

હાપા યાર્ડ વેપારી એસો.ના પ્રમુખનું શું છે કહેવું... 

ભાવાંતર યોજના લાગુ કરવા મામલે જામનગર-હાપા માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ તાળાએ જણાવ્યુ હતું કે, આશા અમરેલા એટ્લે કે ભાવાંતર યોજના કેન્દ્ર સરકારની બહુ સારી યોજના છે, અન્ય રાજ્યો તેના લાભ લઈ રહ્યા છે ત્યારે મગફળી સહિતની ઝણસોને ટેકાના ભાવ ખરીદી કરવામાં ભ્રષ્ટાચાર રોકવા માટે ભાવાંતર યોજના દ્વારા ભાવફેરની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાથી ભ્રષ્ટાચાર અટકશે અને સરકારને પણ નુકશાની નહીં થાય, છતાં શા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની ભાવાંતર યોજના લાગુ કરવામાં ઉદાસીન છે તે સમજાતું નથી અને જણાવ્યુ હતું કે હાપા યાર્ડના ૨૫૦ જેટલા વેપારીઓ આવતીકાલથી હડતાલમાં જોડાઈને ખરીદી પ્રક્રિયા બંધ રાખશે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.