પતિને બદનામ કરવા પત્નીએ સોશ્યલ મીડિયાનો સહારો લઇ અને કર્યું એવું કે...

બંને વચ્ચે અણબનાવ ચાલતો હતો. જેને કારણે

પતિને બદનામ કરવા પત્નીએ સોશ્યલ મીડિયાનો સહારો લઇ અને કર્યું એવું કે...
symbolic image

Mysamachar.in-સુરત

ઘર પરિવારમાં પતિ પત્ની કે પરિવાર વચ્ચે ક્યારેક સામાન્ય બોલાચાલીઓ થતી હોય છે અને એકબીજા જતુ કરવાની ભાવના રાખી આગળ વધતા હોય છે, પણ સુરતમાં પતિ પતિના સામાન્ય ઝગડામાં પત્ની રિસાઈને પિયર જતી રહી જેને લઈને ઝગડો વધી જતા છૂટાછેડા સુધી વાત પહોચી  જોકે, આ મામલે પરિણીતાને પતિ પર ગુસ્સો આવ્યો અને પતિના નામે 3 જેટલા ફેક આઈડી બનાવી સોશ્યલ મીડિયામાં પતિના બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કર્યા હતા. જોકે આ મામલે પતિએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ તપાસમાં આ યુવાની પત્નીએ જ આ કર્યાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો  દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતના ભટાર રોડ પર રહેતા અને કાપડનો ધંધો કરતા 30 વર્ષીય વેપારીના બિભત્સ ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ કરી હતી. જોકે, આ મહિલાએ ત્રણ જેટલા અલગ અલગ ફેક આઈડી બાનાવી આ યુવાનના ફોટા સોશ્યલ મીડિયામાં આપલોડ કરી તેને બદનામ કરવાનું કામ કરતી હતી. પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા  તેની વાત સાંભળીને એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મહિલા અન્ય કોઈ નહિં પણ આ વેપારીની  M.A.ભણેલી 29 વર્ષીય પત્ની રિંકુ જ આરોપી નીકળી હતી.

3 વર્ષ પહેલા  વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો. જેના કારણે પિયરમાં ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચતા પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશ્યલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો. જેના કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે. વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે, તેણે ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા.

જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારી બદનામ થઈ જાય તે માટે વધારે ગભરાતો હતો. આથી તેણે પોલીસની મદદ લીધી હતી.જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસે સાથે આ મહિલાનો પતિ પણ એક સમય માટે ચોકી ઉઠિયો હતો જોકે પોલીસે આ મામલે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.