2 બાઈક અથડાયા અને 3 જીવનદીપ બુઝાયા

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો ડુચ્ચો બોલી ગયો

2 બાઈક અથડાયા અને 3 જીવનદીપ બુઝાયા

Mysamachar.in-નવસારી

હજુ તો થોડા દિવસો  પૂર્વેની જ વાત છે કે જેમાં એક કાર ટક્કર મારતા બનાસકાંઠા જીલ્લામાં બાઈક સવાર ત્રણ યુવકોના મોત થતા પરિવારો પણ આભ તૂટી પડ્યું હતું, ત્યાં જ આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ નવસારીના ચીખલી ખેરગામના આછવણી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં ત્રણ યુવકનાં મોત નીપજ્યાં છે. ચીખલીના અબાજ ગામના બે પિતરાઈ ભાઈઓ નવા વર્ષના દિવસે યામાહા સ્પોર્ટ બાઈક લઈને તિથલ ફરવા ગયા હોય છે. સોમવારે બપોરે પરત ફરતી વખતે એક વાગ્યાના સુમારે આછવણી નજીક બન્ને બાઈક સામસામાં અથડાયાં છે,

જેમાં ઘટનાસ્થળે જ 2 યુવકનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ફોટો પડાવવાના શોખીન યુવકોને કાળ ભેટી ગયો છે. વલસાડના તિથલ ખાતે ફોટો પડાવી પરત ઘરે જતી વેળા ખેરગામ-પાણીખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ યુવકોના મોત નિપજ્યા છે. ખેરગામના આછવણી ગામે બે બાઈક સામે સામે અથડાતા 3ના મોત, જ્યારે બે ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં ચીખલી તાલુકાના કલીયારી ગામના બે ભાઈનું મોત થતા પરિવાર શોકની લાગણી છવાઇ ગઇ છે.

જીગ્નેશ પટેલનું ઘટના સ્થળે મોત અને સાવન પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બંન્ને બાઇકો એટલી સ્પીડમાં અથડાયા હતા કે બાઇકના ખુરચેખુરચા બોલાઇ ગયા હતા. અને બાઇક સવાર યુવાનો પણ રોડ પર ઘસડાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવકનું તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક 108ને બોલાવી ઇજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પણ એક યુવકનું મોત નિપજ્યું હતું.