પાણી વિતરણમાં ત્રણ ગણી વસુલાત,.?વોટર ચાર્જ ઘટાડવા જરૂરી

તોતીંગ ખર્ચના આકડાઓ છે... એથી પણ તોતીંગ તો વસુલાત થાય છે

પાણી વિતરણમાં ત્રણ ગણી વસુલાત,.?વોટર ચાર્જ ઘટાડવા જરૂરી

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરી જેટલો ખર્ચ થાય તેથી ત્રણ ગણી વસુલાત નાગરીકો પાસેથી કરે છે, માટે ખરેખર વોટરચાર્જ ઘટાડવા જોઇએ તેવુ અમુક નાગરીકોનુ માનવુ છે, પાણી વિતરણ માટે જે તોતીંગ ખર્ચના આકડાઓ છે... એથી પણ તોતીંગ તો વસુલાત થાય છે તે માટે જોઇએ તો એક અંદાજ મુજબ મનપા એક જોડાણ દીઠ દસ રૂપિયા ખર્ચ થાય છે માટે રોજના દસ ગણીએ તો પણ વર્ષે ૩૦૦ એક જોડાણદીઠ ખર્ચ થાય તેની સામે એક નળ જોડાણ દીઠ સરેરાશ રૂપિયા ૯૦૦ વસુલવામા આવે છે આમ ખર્ચ સામે ત્રણ ગણી વસુલાત  ખરેખર અન્યાયી છે

લોકોમાંથી એવા પણ સુચનો આવે છે એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યુ હોય વોટર ચાર્જની વસુલાત અડધી થવી જોઇએ ઉપરાંત લાઇન લીકેજના કારણે કે ફોલ્ટના કારણે પાણી વિતરણ ન થઇ શકે તો વળતર આપવુ જોઇએ પરંતુ તે રીતે થઇ રહ્યુ નથી, નાગરિકો પૈસા આપી પાણીની સેવા લે છે માટે તે ગ્રાહક છે અને ગ્રાહકના અધીકાર ઉપર તરાપ થાય તો ગ્રાહક કોર્ટમા ધા નાંખી શકાય છે તેમ નિષ્ણાંતોનો અભિપ્રાય છે, પુરો વોટર ચાર્જ સામે પુરેપુરૂ પાણી વિતરણ થવુ જોઇએ નહીતો દાદ માંગી શકાય છે.