ટેમ્પોએ અડફેટ લેતા 3 વિદ્યાર્થીઓના મોત, કોલેજથી પરત ફરતી વેળાએ બની ઘટના

માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા નીપજ્યું મોત

ટેમ્પોએ અડફેટ લેતા 3 વિદ્યાર્થીઓના મોત, કોલેજથી પરત ફરતી વેળાએ બની ઘટના

Mysamachar.in-નવસારી

રાજ્યમાં દિનપ્રતિદિન બેફામ વાહનો અને કયાંક બેદરકારીમાં નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે, હમણાંની જ વાત છે કે ખાનગી ટ્રાવેલ્સ બનાસકાઠા નજીક પલટી જતા બે વર્ષના માસુમનું મોત થયું હતું, ત્યા આજે વધુ એક અકસ્માતની ઘટના નવસારી વઘઇ તરફથી આવતા બેકાબૂ આઇસર ટેમ્પોએ વાંસદાના ખડકાલા સર્કલ પાસે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો... મહારાષ્ટ્ર પાર્સીંગ ધરાવતા આઈસર ટેમ્પોના ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ અકસ્માતમાં યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળેથી જ ત્રણ યુવકોના મોત નીપજયાની માહિતી સામે આવી રહી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકો ડાંગ જિલ્લાના વધઈના રહેવાસી છે. તેઓ કોલેજ પૂર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે જ ખડકાલા સર્કલ પાસે ટેમ્પો સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેયના મોત નિપજ્યા છે. ત્રણેયના પરિવારોમા શોકનું મોજું ફરી વળ્યું છે, પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી છે.