સેનેટરી પેડ, ચોકલેટ થતાં ચા ના બોક્સના વેપારની આડમાં વેચાણ કરવામાં આવતા હતા નશીલા ઇન્જેક્શન

100થી રૂપિયા 150માં વેચાણ કરતા

સેનેટરી પેડ, ચોકલેટ થતાં ચા ના બોક્સના વેપારની આડમાં વેચાણ કરવામાં આવતા હતા નશીલા ઇન્જેક્શન

Mysamachar.in-વડોદરા

રાજ્યમાં દારૂબંધી તો છે જે પણ જે લોકોને મોંઘો નશો કરવાની આદત પડી ગઈ છે તેવા લોકો દારુ સિવાયના નશાના પણ બંધાણી છે, રાજ્યમાં વડોદરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદે નશીલા ડ્રગ્સના ઇન્જેક્શનનો જથ્થો પકડી પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ દેવ એન્ટરપ્રાઇઝની આડમાં નશીલા ઇન્જેક્શનનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી પોલીસે 906 નંગ પેન્ટાઝોસીન લેકટેટ ઇન્જેક્શનનો જથ્થા સાથે વિજય પંચાલ, હરીશ પંચાલ અને સૂરજ પટેલની ધરપકડ કરી છે.

આરોપી વિજય પંચાલ રિક્ષામાં નશીલા ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કરવા આવ્યો હતો તો પોલીસ આરોપીઓ સુધી પહોચી ના શકે તે માટે આરોપીઓ દેવ એન્ટરપ્રાઇઝના ઓથા હેઠળ સેનેટરી પેડ, ચોકલેટ થતાં ચા ના બોક્સના વેપારની આડમાં ઇન્જેક્શન વેચતા હોવાનું ખુલવા પામ્યું છે, પોલીસે ઇન્જેક્શન, મોબાઈલ ફોન, રોકડા, રીક્ષા અને કાર મળી 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાધનને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવનાર ત્રિપુટી "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇન્જેક્શન રાજ્ય બહારથી ચોકલેટ અને સેનેટરી પેડની આડમાં જથ્થાબંધ લાવતા હતા. અને વડોદરામાં નશાના રવાડે ચઢેલા યુવાનોને રૂપિયા 100થી રૂપિયા 150માં વેચાણ કરતા હતા. આ ઇન્જેક્શન એનેસ્થેસીયા આપનાર તબીબો દ્વારા વાપરવામાં આવે છે, જે પ્રતિબંધિત છે.