સરપંચ કમ કોન્ટ્રાકટરને ધમકી, મંજુર થયેલ ગ્રાન્ટમાંથી 25 ટકા કમીશનની માંગણી કરવાનો મામલો 

જામનગર જીલ્લાના લાલપુરના બબરજર ગામની ઘટના 

સરપંચ કમ કોન્ટ્રાકટરને ધમકી, મંજુર થયેલ ગ્રાન્ટમાંથી 25 ટકા કમીશનની માંગણી કરવાનો મામલો 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામે થયેલ આ ઘટના સંદર્ભે લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે આ કેસના ફરીયાદી વજશીભાઇ રાજશીભાઇ બંધીયા જે પોતે એક કોન્ટ્રાકટર પણ છે અને સરપંચ પણ છે, તેવો પોતે તેમજ તેના પત્ની પોતાનુ મોટરસાઈકલ લઇ જતા હોય તે દરમ્યાન રસ્તામા તેનુ મોટરસાઈકલ રોકી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી વેજાભાઇ વિક્રમભાઇ કરમુર, વિજયભાઇ વિક્રમભાઇ કરમુર, ભરતભાઇ વિક્રમભાઇ કરમુર, એભાભાઇ વિક્રમભાઇ કરમુર, ધર્મેશભાઇ વેજાભાઇ કરમુર તથા બે બીજા અજાણ્યા ઇસમો રહે ગોવાણાગામ વાળાઓએ લાકડાના ધોકા ધારણ કરી ઉપરોકત તમામ આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયમા મુકી  ગાળો આપી અને ફરીયાદીની ગ્રામ પંચાયતના કામની મંજુર થયેલ ગ્રાન્ટમાથી 25% કમીશન બળજબરીથી આપવાનુ કહી ધાકધમકી આપવા સબબની ફરિયાદ લાલપુર પોલીસ મથકે નોંધાઈ છે.