લાખોની લક્ઝુરિયસ કારમાંથી હજારોની કિમતનો દારૂ ઝડપાયો

240 બોટલ સહિતનો મુદ્દામાલ કબજે

લાખોની લક્ઝુરિયસ કારમાંથી હજારોની કિમતનો દારૂ ઝડપાયો

Mysamachar.in-રાજકોટ

દારુ..દારુ...ગાંધીના ગુજરાતમાં દરરોજ કોઇને કોઈ કિસ્સો એવો સામે આવે છે જેમાં દારૂબંધી વચ્ચે દારૂના જ્ત્થાઓની હેરાફેરી ઝડપાઈ જતી હોય છે, એવામાં રાજકોટમાં આજે લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે, મોરબી રોડ નજીક માર્કેટિંગ યાર્ડની આસપાસ SOG સ્ટાફ વોચમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ત્યાંથી પસાર થતી ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે GJ-11-S-9161 નંબરની ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. કારની અંદરથી મેકડોવેલ્સ કંપનીની 750 એમએલની 1, સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ હરિયાણા ઓન્લી અંગ્રેજીમાં લખેલી 240 બોટલ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિમત 96 હજાર થાય છે. પોલીસે દારૂનો જથ્થો અને ફોર્ચ્યુનર કાર સહિત 5,96,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરી છે.