જામનગર જીલ્લાના આ ડેમો થયા ઓવરફ્લો...

જાણો એ ડેમો ક્યાં.?

જામનગર જીલ્લાના આ ડેમો થયા ઓવરફ્લો...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર જિલ્લામાં બે દિવસની સાર્વત્રિક મેઘમહેર બાદ જીલ્લાના મોટાભાગના જળાશયો છલોછલ થઇ ગયા છે, એકંદરે કહી શકાય કે આવનારું વર્ષ જામનગર માટે સારું રહેશે અને પાણીની તકલીફ ના કોઈ અણસાર હાલની ડેમોની સપાટીને જોતા લાગી રહ્યા છે, છતાં પણ લોકો પાણીનો બચાવ કરે તે પણ ઇચ્છનીય છે, જે ડેમો એકવાર ઓવરફ્લો થઇ ચુક્યા હતા તે પણ ફરી ઓવરફ્લો થઇ રહ્યા છે, અને આ વર્ષે જામનગર પર મેઘરાજાએ ભારે મહેર કરી છે, ત્યારે હવે ખમૈયા કરે તેવી પણ લોકો મેઘરાજાને પ્રાર્થના કરે છે.જે ડેમો હાલ પણ ઓવરફ્લો થઇ રહ્યા છે તેમાં... સસોઈ, પન્ના, ફુલઝર-૧ અને ૨, સપડા, સોરઠી, ડાઈ મીણસાર, રણજીતસાગર, ફોફળ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, વોડીસંગ, ફુલઝર કોબા, રૂપાવટી, રૂપારેલ, વનાણા, અને ઉંડ-૪ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે.