દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ વંદે માતરમ ગીત,

આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ વંદે માતરમ ગીત,

Mysamachar.in-ગુજરાત

જયારે દેશભક્તિના ગીત સાંભળવા મળે ત્યારે લોકોના માનસપટ પર દેશપ્રત્યે નવી ઉર્જાનો સંચાર દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના હોય તેવી અનુભૂતિ થતી હોય છે,અને એમાય આજે 26 જાન્યુઆરીનો દિવસ એટલે આપણો ગણતંત્ર દિવસ...આ દિવસે ગુજરાતના જાણીતા એવા  ખ્યાતનામ ગુજરાતી કલાકારો દ્વારા વંદે માતરમ ગીત એક અનોખી અદામાં જ રજુ થયું છે...

આજે એક = ખાસ ગુજરાતી ગીત રિલીઝ થયું છે, જે તમને અખંડ દેશભક્તિનાં જુસ્સા સાથે ભરી દેશે.ગણતંત્ર દિવસ નિમિતે દેશને નામ એક સંદેશ આપવાના ઉમદા હેતુથી ગુજરાતના જાણીતા અભિનેતા-અભિનેત્રીઓને આવરીને એક ખાસ ગીત રજૂ થઇ રહ્યું છે. YT EMBED: https://youtu.be/OhlJ1TLcnMY જાણીતા ફિલ્મ પ્રોડયુસર મુન્ના શુકુલ અને જયેશ પટેલ દ્વારા શુકુલ મ્યુઝીકની આ ખાસ દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિ છે. આજે રીલીઝ થયેલ આ ‘વંદેમાતરમ’ સોંગ દ્વારા દેશની અખંડતા અને ગરિમાનું રક્ષણ કરતા તથા સરહદ પર આપણી રક્ષા કરી રહેલા આપણા બહાદુર સૈનિકોને આપણા દેશના જાગૃત નાગરિકો તરફથી તહેદીલથી આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

આ ગીતમાં જાણીતા ગુજરાતી કલાકાર એવા મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્રા ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આ ગીતમાં મ્યુઝિક આપ્યું છે.તો આ ગીતના ગાયક એન્ડ કંપોઝર આદિત્ય માધવાણી છે મહત્વનું છે કે, આજે દેશ 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે, જે ભારતમાં બંધારણનાં અમલની ખાસ ઘટનાને ઉજવતો દિવસ છે.