Mysamachar.in-રાજકોટ:
રાજ્યના રંગીલા શહેરની ઓળખ પામેલા રાજકોટ શહેરમાં થી વધુ એક વખત ઝડપાયો છે દારૂનો જથ્થો…દારૂના જથ્થા કરતા પણ તેની હેરફેર કરવાની તરકીબ જોઈ ને પોલીસ પણ ક્ષણિક આશ્ચર્યમાં પડી જવા પામી હતી, શહેરના મોરબી રોડ પર રતનપર ગામથી રામ ચરિત મંદિર પાસેથી SOG પોલીસે આયસરને રોકી તપાસ કરતા તેમાંથી 2.84 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. મેટાડોરમાં ચોરખાનું બનાવી 948 બોટલ છૂપાવવામાં આવી હતી. પોલીસે બિહારના નંદન દિલીપભાઇ પાસવાનની ધરપકડ કરી હતી.પોલીસે ચોરખાનું ખોલતા તેમાંથી બ્લ્યુ મુન ડ્રાઇજન પેટી 48 નંગ 876 1,72,800, પાર્ટી સ્પેશિયલ વ્હિસ્કી પેટી 31 નંગ 372 1,11,600, સહીત ટાટા કંપનીનું આયસર 7,00000, મોબાઇલ સહિત 9,87,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.