આ ટ્રસ્ટ કરે છે એવું કામ કે તમે બોલી ઉઠશો વાહ. . . .

શહેરીજનો તેની જરૂરિયાતના સમયે વિના સંકોચે લે તેવી અપીલ

આ ટ્રસ્ટ કરે છે એવું કામ કે તમે બોલી ઉઠશો વાહ. . . .

 Mysamachar.in- જામનગર: 

જામનગરમાં અન્નદાનના પ્રણેતા એવા  વીરપુરવાળા સંત શીરોમણી શ્રી જલારામબાપાના ,મંદિર સંચાલન  કરતાં ટ્રસ્ટ દ્વારા શહેરીજનો માટે અનોખો સેવાયજ્ઞ ચલાવાઈ રહયો છે,જેમાં મૃત્યુની ઘટનાવાળા ઘરના લોકોને તેમના ઘરે તૈયાર ભોજન પહોચાડવાનું સેવાકાર્ય સંસ્થાના સેવાભાવી કાર્યકરોની મદદથી કરાઇ રહ્યું છે,જામનગરના હાપા ખાતે શ્રી જલારામબાપાનું મંદિર આવેલ છે. આ મંદિરનું સંચાલન શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.આ મંદિર છેલ્લા 21 વર્ષથી(1998 થી )બન્ને સમય (બપોર – સાંજ) અન્નક્ષેત્ર ચાલે છે. જેમાં મહાપ્રસાદનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે.જામનગર સહિત સૌરાષ્ટ્રમાં હજુ પણ એ રિવાજ કે પરંપરા ચાલે છે કે જે ઘરમાં કોઈ વ્યક્તિનું મરણ થયું હોય તે ઘરમાં જ્યાં સુધી મૃતકની અંતિમવિધિ ન થાય ત્યાં સુધી ચૂલ્લો પ્રગટતો નથી એટલેકે રસોઈ બનતી નથી.પરિણામે મોટાભાગના કિસ્સામાં મિત્રો કે પાડોશીઓ સહભાગીના પરિવારજનો અને તેના મહેમાનો માટે ભોજન બનાવીને પૂરું પડે છે.

આજે માણસ પાસે સમય ઓછો છે, કદાચ નાણાં હોય પરંતુ હોટલનું મંગાવામાં  ભોઠપ અનુભવે કે મન માને નહીં તે સહજ છે. આ બધી સમસ્યાનું સમાધાન શોધીને અનોખી સેવા શરૂ કરી છે. શ્રી જલારામ સેવા ટ્રસ્ટે, હાપાના શ્રી જલારામ મંદિરમાં ચાલતા શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્રના રસોડામાં દેશી પદ્ધતિથી ખાડો કરેલા ચૂલમાં જ આવા પ્રસંગ માટેની રસોઈ પાર્સલ પેકિંગ કરી સંસ્થાના જ સેવાભાવી કાર્યકર મારફત સંબંધિત પરિવારના ઘરે પહોચાડે તેવું નક્કી કર્યું.આ પ્રકારની સેવાનું બીડું ઉઠાવવાની જામનગરમાં પહેલ કરનાર ટ્રસ્ટનાં સયોજક રમેશભાઈ દતાણીએ જણાવ્યુ હાતું કે,કોઈ પરિવારે તેનું સ્વજન ગુમાવ્યું હોય તેને મૃત્યુના દિવસે માનસિક શાંતિ અપાવવાનો અમારો  નમ્ર પ્રયાસ છે.

તા. 9 નવેમ્બર 2013ના દિવસથી સેવાની શરૂઆત કરી હતી.શરૂઆતમાં લોકો અમારો સંપર્ક કરતાં અચકાતા હતા આથી એમોએ તેનું પણ સોલ્યુસન કાઢ્યું કે અમે આ સેવા લેવા ઇચ્છતા  લોકોને સંકોચ ન થાય તે માટે સ્મશાનગૃહે થી 20 હજાર જેટલા વિઝિટિંગ કાર્ડ 15 કાર્યકરોના નામ અને નંબર સાથે છપાવી વિતરણ કરીએ છીએ. કોઈ પણ કાર્યકરોનો સંપર્ક ટેલિફોન ઉપર કરીને 100 વ્યક્તિ સુધીના ભોજનની જરૂરિયાત દર્શાવે તો અમે તેના સમયે પૂરી કરી આપીએ છીએ. સામાની રીતે એક સમય ભોજન સેવા કરીએ છીએ પરંતુ મૃતદેહ સાચવવાની અવસ્યકતા હોય(કોઇની રાહ જોવા માટે) તો તેવા કિસ્સોમાં બે કે ત્રણ વખત પણ ભોજન પહોચાડીએ છીએ.

રમેશભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે એક વર્ષમાં 1000 થી વધુ પરિવારની સેવા કરવાનો અમોને સંત શ્રી જલારામ બાપાના આશીર્વાદથી લાભ મળે છે. આ સેવાનો લાભ શહેરીજનો તેની જરૂરિયાતના સમયે વિના સંકોચે લે તેવી અપીલ છે. આ માટે કોઈ પણ ચાર્જ કે દાન પણ સંસ્થાને આપવાનું રહેતું નથી. અમારા કાર્યકરો રમેશ દતાણી, કિરીટ દતાણી, નવનીત સોમૈયા, રાજેશ પતાણી, જયેશ ધામેચા, ચંદ્રવદન ત્રિવેદી, તુષાર શાહ, જયવંતસિંહ જાડેજા, અશોક ભદ્રા, વસંત ખીમસૂર્યા, મનોજ સૂરાણી, મનોજ ભટ્ટી, અરજન ભગત, સુભાષ ગોહિલ, પિયુષ મજીઠિયા, વિરેન્દ્રસિંહ જેઠવા, દર્શન ઠક્કર, મનોજ અમલાણી, ચેતન માઘવાણી, જગદીશ માલવીયા, ડો. વિમલ કગથરા, નિરજ દતાણી, નિરંજન કોળીનો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.