આ વખતે નવા વર્ષના પ્રારંભે તંદુરસ્તીની શુભકામનાઓનો ટ્રેન્ડ વધ્યો Happy ના બદલે Healthy New Year...

લાઇફ સ્ટાઇલને સંયમી બનાવવા સાથે જીવન ભરપૂર કરવા મહામારી ભગાડી તન મનથી તરોતાજા રહેવા સંકલ્પબદ્ધ થતા અબાલ-વૃદ્ધ સૌ 

આ વખતે નવા વર્ષના પ્રારંભે તંદુરસ્તીની શુભકામનાઓનો ટ્રેન્ડ વધ્યો Happy ના બદલે Healthy New Year...

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે નવા વર્ષનો પ્રારંભ શુભેચ્છાઓ પાઠવવાનો એક રૂટીન ક્રમ બનતો હોય છે, પરંતુ આ વખતે નૂતનવર્ષ ખરા અર્થમા નવુ બન્યુ છે, કેમકે એકબીજાની શુભેચ્છાઓ વડીલોના આશિર્વાદ અને ઈશ્વરકૃપાનું મહત્વ હાલારીઓ સહિત સૌએ સ્વીકાર્યુ છે, અને ખાસ કરીને આ વખતે આરોગ્ય શુભકામનાઓનો ટ્રેન્ડ વધ્યો છે,

કહે છે કે મુશ્કેલ સમય આપણને કંઇક શીખવે છે, તેવી જ રીતે મહામારીએ આપણને જાગૃત રહેતા શીખવ્યુ માટે તો જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌ વ્યક્તિવિશેષો તંત્ર યુવાઓ, વડીલો, વેપારીઓ, પ્રજાપ્રતિનિધીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, શ્રમિકો, ઉત્પાદકો, તબીબો, સંસ્થાઓ, સમાજસેવકો,ઉદ્યોગકારો, કન્સલ્ટન્ટો, અધીકારીઓ, સુરક્ષાકર્મીઓ, પેરામેડીકોઝ-સર્વિસ સેક્ટરના સૌ ઉદ્યમીઓ સહિત ભાઇઓ-બહેનો સૌએ પરસ્પર "આરોગ્ય" ની શુભકામનાઓની આપલે કરી નવા સુર્યોદયને વધાવ્યો હોવાનુ આજ સવારથી જોવા મળે છે,

આ વખતે સૌ એ સંયમપુર્વક દિવાળી ઉજવી જેમાં માત્ર ફટાકડા ફોડવા પુરતી જ નહી પરંતુ મીઠાઇ ફરસાણ ખરીદી-સ્વચ્છતા જાળવવી-ડીસ્ટન્સીંગ-બિનજરૂરી આવન જાવન ન કરવી-સંદેશાઓ ટેકનોલોજીના માધ્યમથી આપ લે કરવા સહિતની બાબતે માત્ર જાગૃતતા જ નહી એક પરિપક્વતાના દર્શન કરાવ્યા જે સામાજીક તંદુરસ્તીના પ્રતિક સમાન હોવાનુ વિશ્ર્લેષકો જણાવે છે,


આ જ જાગૃતિ આ જ પરિપક્વતા સમગ્ર વર્ષભર સૌ જાળવી રાખે તેમ સંતોમહંતો વડીલોએ આશિર્વાદ સાથે સૌને અનુરોધ કર્યો છે, ખાસ કરીને જામનગરના ગૌરવ સમાન મેડીકલ કોલેજ અને શ્રી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલના તબીબો-અધીકારીઓએ તેમજ જીલ્લા વહીવટીતંત્રના વડા કલેક્ટર તેમજ સૌ રાજકીય આગેવાનોએ નિષ્ણાંતોએ વધુ એક અનુરોધએ કર્યો છે કે દરેક વ્યક્તિ તેમની લાઇફ સ્ટાઇલનુ ફોર્મટ નવુ બનાવો....

જેમા હળવી કસરત-થોડુ વોકીંગ-જોગીંગ હળવા યોગાસન-પ્રાણાયામ-હળવા ડાયેટ-ફ્રુટ અને લીલા શાકભાજી-કર્ણમધુર સંગીત-પરિવાર સાથે ક્વોલીટી ટાઇમીંગના તાલમેલ વગેરે અપનાવવાની સાથે કામના સ્થળે દર બે કલાકે પાંચ મિનિટ રેસ્ટ-પામીંગ વગેરે વણી લેવા અનુરોધ કર્યો છે, સાથે-સાથે વાહન ચલાવવાથી માંડી દરેક બાબતે વ્યક્તિગત સલામતી સમુહગત સલામતિઓને મહત્વ આપવા આ સૌ આદર્શ વ્યક્તિત્વોએ જણાવ્યુ છે,

કપરા સમયમા લોકો ઘણુ શીખ્યા ત્યારે જરૂરિયાતો ઘટાડીને તેમજ વ્યસન ત્યજીને જીવનને સુદ્રઢ રીતે આગળ ધપાવી શકાય છે, તેનો અનુભવ વ્યાપક વર્ગને થયો છે, ત્યારે નવા વર્ષ વિક્રમ સંવંત 2077  સૌને સુખમયથી વધુ તંદુરસ્ત અને લાંબુ જીવન આપનારૂ નિવડે તેવી શુભેચ્છાઓ સાથે અનેક સંસ્થાઓ આગેવાનો બિઝનેસમેન  પ્રજાપ્રતિનિધીઓ વ્યવસાયીઓ બિલ્ડરો ઉદ્યોગકારો સહુત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ mysamachar.inના માધ્યમથી સૌને તંદુરસ્ત જીવન સાથે નવુ વર્ષ નવા આયોજન નવી શક્તિ નવા સ્કલ્પ સાથે ઉજવી નિત્ય નવા વર્ષની જેમ દરેક સુર્યોદય સૌને તરોતાજા રાકજે તેવી શુભકામનાઓ પાઠવી બાળકો વૃદ્ધોની વિશેષ કાળજી રાખવા પણ સુચન કર્યુ છે,


માટે આ વખતે નવુ વર્ષ રૂટીન નથી એક મહત્વનો પડાવ છે આ પડાવ સંયમ-જાગૃતિ-સંકલ્પ અને સ્વાસ્થ્યનો પડાવ છે, તે રીતે આ જે સવારથી અલગ રીતે ઉજવાતુ સાલ મુબારક ઠેર-ઠેર જોવા મળે છે, સાથે-સાથે "મન સ્વસ્થ તો તન સ્વસ્થ" અપનાવી લોકો મનને મક્કમ કરવાની દિશામા સંકલ્પ લઇ રહ્યા છે ત્યારે આવા ગૌરવશીલ અને ખરેખર નવુ ગણાતુ વર્ષ સૌ માટે સુખરૂપ રહે તેવી શુભેચ્છાઓની આપલે સાથેનુ અલગ માહોલ  સાથેનુ જોવા મળે છે,

માટે કહેવાય છે ને કે પહેલુ સુખ જાતે નર્યા.....જેથી  તન અને મન સ્વસ્થ રહે અને નૂતનવર્ષ સુખમય નિવડે તેવી દીપાવલી અને નૂતન વર્ષાભિનંદનની શભેચ્છાઓ પાઠવી રહેલા સૌ શ્રેષ્ઠીઓની લાગણીસભર શુભકામનાઓ સાથે કદમ મિલાવી તાલ મિલાવી mysamachar.in પણ સામાજીક દાયિત્વ સાથે સૌને ખરા અર્થમા પ્રગતિની શુભકામનાઓ પાઠવી નવુ વર્ષ નવી દિશા નવી સિદ્ધી અને નવી સફળતા હેલ્ધી વીઝન સાથે મળતી રહે તેમ સૌ વ્યુઅર્સ માટે મનોકામનાઓ વ્યક્ત કરે છે.

सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित दुःखभाग्भवेत् ।।