આ શખ્સે 3 વર્ષમાં રાજનેતાઓ, પોલીસ અધિકારીઓ સહિતના લોકોના 50 થી વધુ ફેકએકાઉન્ટ બનાવી અને....

વડોદરા પોલીસ કમિશ્નરનું ફેક આઈડી બનાવ્યું હતું તાજેતરમાં.

આ શખ્સે 3 વર્ષમાં રાજનેતાઓ, પોલીસ અધિકારીઓ સહિતના લોકોના 50 થી વધુ ફેકએકાઉન્ટ બનાવી અને....

Mysamcahar.in-વડોદરા

સોશ્યલ મીડિયાના સદુપયોગ સાથે દુરુપયોગના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, ત્યારે થોડા દિવસો પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવનારા દિલ્હીના ભેજાબાજ યોગેશ શર્માને સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી જઇ ઝડપી લઇ સઘન પ્રાથમિક પુછતાછમાં યોગેશે 2017થી અત્યાર સુધી દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજયોના નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા સામાન્ય લોકો મળીને 50થી વધુ લોકોના ફેક પ્રોફાઇલ બનાવી પૈસાની માંગણી કરી હોવાનો સામે આવી રહ્યું છે,

પોલીસ કમિશ્નરની ફેક પ્રોફાઈલ બનાવનારને ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરી દિલ્હીના મ્યુઝિશિયન યોગેશ રામકુમાર શર્માને દિલ્હીના વસંત કુંજના મકાનમાંથી ઝડપી લીધો હતો. તેણે સીપીના નામની ફેક પ્રોફાઇલ બનાવી હોવાનો એકરાર કર્યો હતો. પુછપરછમાં તે 2017થી આ પ્રકારે જમ્મુ કાશ્મીર તથા દિલ્હી સહિતના રાજયોના નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા મિત્રોના ફોટા ડાઉનલોડ કરી ફેક પ્રોફાઇલ બનાવી ફ્રેન્ડશીપ લીસ્ટના આધારે રિક્વેસ્ટ મોકલતો હતો, મેસેન્જરમાં પૈસાની માંગ કરતો હતો. પોતાના કે ઓળખીતા લોકોના ખાતામાં પૈસા જમા કરાવડાવતો હતો. તેની સામે ફરીદાબાદમાં 2 ગુના નોંધાયા છે.

ઝડપાયેલા શખ્સે  બીસીએનો અભ્યાસ કર્યો છે અને તે મુળ મુંબઇનો છે તથા તેના પિતા રિક્ષા ચલાવે છે. તેણે કોમ્પ્યુટરના ચારથી વધુ કોર્સ કર્યા છે તથા ત્રણ ખાનગી કંપનીમાં નોકરી પણ કરી છે. પણ તે છેલ્લા ત્રણેક વર્ષ જેટલા સમયથી આ રીતે આસનાથી પૈસા મેળવવાને વાદે ચઢી ગયો હોય પોલીસને આશા છે કે હજુ વધુ ખુલાસો થઇ શકે છે.