ચા પીવાના શોખીનો માટે ચા વિશેની આ છે 'ચાય પે માહિતી'. . 

આપણને ભાવતી કડક, મીઠી, આદુ-મસાલા ચા વિશે વિશેષ કાળજી રાખવી..

ચા પીવાના શોખીનો માટે ચા વિશેની આ છે 'ચાય પે માહિતી'. . 
symbolic image

Mysamachar.in-જામનગર

વિશ્વમાં પાણી પછી સૌથી વ્યાાપકપણે વપરાતું પીણું ચા છે. ભારતમાં ચાની ખેતી અને પછી એને ઉકાળવાની પ્રક્રિયાની ચિકિત્સાની પરંપરાગત પધ્ધતિઓ તેમજ વપરાશ માટેના ઉપયોગોનો તો લાંબો ઇતિહાસ છે. ભારતમાં હજારો વર્ષોથી ચા ને ઔષધિય છોડ તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતમાં ચાના વપરાશનો પ્રથમ સ્પષ્ટપણે દસ્તાવેજી પુરાવો પ્રાચીન મહાકાવ્યિ રામાયણ (સીરકા 500 BC)માં આપવામાં આવ્યો હતો. સંશોધનથી જણાય છે કે, ચા ઉત્તર અને પૂર્વ ભારતના પ્રદેશોની છે અને ત્યાંય હજારો વર્ષથી તેની ખેતી થતી હતી અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આમ છતાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આગમન સુધી ભારતમાં ચાનું વાણિજ્યિક ઉત્પાતદન શરૂ થયું ન હતું. અંગ્રેજોના શાસન દરમિયાન જમીનના વિશાળ વિસ્તાારોને વિશાળ ચા ઉત્પાદન માટે તબદીલ કરવામાં આવ્યા. ચા પીવું હર કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામમાં પીવાતી ચા, કામ કરતી વખતે વચ્ચે પીવાતી ચા, સાંજની ચા, મિત્રો સાથે પિવાતી ચા, મળીએ ત્યારે પીવાતી ચા વગેરે એ માણસને તાજા કરે છે. શું તમે જાણો છો કે, જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકસાન કે ગેરફાયદાઓ પણ છે. પરંતુ અમુક માત્રાથી વધારે ચા પીવી એ આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. ચા પર થયેલાં સંશોધનો મુજબ તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ છે.

આ છે  ચા પીવાના ફાયદાઓ..
-  ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે.
-  ચામાં રહેલ અમીનો ઍસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
-  ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે.
-  ચામાં રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન શરીરની સિસ્ટમ યોગ્ય રાખે છે અને રોગોથી બચાવે છે.
-  ચા વૃદ્ધાવસ્થા તરફની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉંમરની સાથે થતાં અમુક શારિરીક નુકસાનથી બચાવે છે.
-  ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાંઓને મજબૂત કરે છે.
-   દાંતમાં અમુક પ્રકારના કીડા લાગવાથી પણ ચા રોકે છે.
-   ચા કેન્સર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને હૃદયના રોગોમાં ધણો ફાયદો કરે છે.

ચાથી થતાં ગેરફાયદાઓમાં..
- દિવસભરમાં પાંચેક મોટા કપથી વધારે ચા પીવાથી એસિડીટી થઈ શકે છે.
- ચામાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને વધુને વધુ પીવાથી ટેવ પણ લાગી શકે છે.
- અતિ ચા પીવાથી હૃદયના રોગ, ડાયાબિટીઝ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
- વધુ ચાનું સેવન પાચન ક્રિયાને નબળું બનાવે છે.
- વધારે ચા પીવાની ટેવથી દાંત પર તેની ખરાબ અસર પડે છે.

ઉત્તમ સ્વાસ્થ્ય રાખવા માટે લોકો બ્લેક ટી પીવી પસંદ કરતાં હોય છે. પરંતુ તેનાથી પણ ટાઈપ 2 ની ડાયાબિટીસનો ખતરો ખૂબ વધી જાય છે. એટલું જ નહીં, બ્લેક ટી નું સેવન શુગર લેવલને વધવા દેતું નથી. જે ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ લાભકારી છે. શુગર લેવલનુ વધવું કે ઓછું થવું બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. શુગર વધવાથી શરીરના ઓર્ગેન્સ ડેમેઝ થવા ઉપરાંત એ ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એવે વખતે શુગર લેવલ કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. શુગર કંટ્રોલ કરવા અને સ્વાસ્થ્ય જાળવવા માટે અત્યારે અલગ અલગ પ્રકારની ચા હવે ઉપલબ્ધ છે. તમે છતાં સામાન્યપણે જે આપણને ભાવતી દૂધથી બનેલી, કડક, મીઠી, આદુ-મસાલા ચા વિશે આ વિશેષ કાળજી રાખી સંયમ સાથે ચા પીને આપણાં વ્યક્તિગત આરોગ્યને અવશ્ય જાળવીશુ.