આ છે સેન્ટ્રલ બેન્કનો લાંચીયો મેનેજર...

રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવશે

આ છે સેન્ટ્રલ બેન્કનો લાંચીયો મેનેજર...

mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં લાંચિયા બાબુઓની ઝડપાવાની મોસમ શરૂ થઈ હોય તેમ એક બાદ એક જામનગર જિલ્લાના સરકારી બાબુઓ કામની અવેજીમાં કટકી માંગતા હોવાનું એસીબીને ફરિયાદ મળી રહી છે, જે અન્વયે તાજેતરમાં જ સિક્કાના પીએસઆઇ તેમજ બે પોલીસ કોન્સટેબલ ૫૦ હજારની લાંચના છટકામાં આબાદ ઝડપાયા બાદ કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ સેન્ટ્રલ બેંકનો મેનેજર એક અરજદાર પાસેથી આઠ હજારની લાંચ લેતો રાજકોટ એસીબી ને હાથે ઝડપાયો છે, 

કાલાવડ તાલુકાના ખરેડી ગામના એક અરજદારે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કુટીર ઉદ્યોગ માટે લોનની અરજી કરી હતી. જેના આધારે ખરેડી સેન્ટ્રલ બેંકમાંથી આ અરજદારની લોન મંજુર કરવામાં આવી હતી. આ મંજુર થયેલ લોનનો ડીમાંડ ડ્રાફ્ટ કાઢી આપવા માટે સ્થાનિક બ્રાન્ચના મેનેજર અતુલકુમાર વૃજભુસન સહાયએ રૂપિયા આઠ હજારની લાંચની માંગણી કરી હતી. જે સંબધે અરજદાર દ્વારા રાજકોટ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે રાજકોટ એસીબી દ્વારા ખરેડી ગામે અરજદારની દુકાને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બેંક મેનેજર અતુલ સહાય રૂપિયા આઠ હજારની લાંચ લેતા આબાદ ઝડપી લીધા બાદ તેના રહેઠાણ પર એસીબી દ્વારા તપાસ કરવામાં આવતા કઈ વાંધાજનક મળી આવ્યું નથી આજે સાંજે ઝડપાયેલા મેનેજરને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કરવામાં આવશે

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.