ગુપ્તખાનુ બનાવી સંતાડેલ દારુ બીયરના જથ્થાને પોલીસે આ રીતે બહાર કાઢ્યો

કેટલો મુદ્દામાલ ઝડપાયો તે પણ વાંચો 

ગુપ્તખાનુ બનાવી સંતાડેલ દારુ બીયરના જથ્થાને પોલીસે આ રીતે બહાર કાઢ્યો

My samachar.in:-આણંદ

દારુ ઘૂસાડનાર શખ્સો કોઈપણ તરકીબ અજમાવી અને દારૂ ઘુસાડી દે છે, એવામાં આણંદ એલ.સી.બી પોલીસને ગુપ્ત રીતે છુપાવેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત મળેલ કે, લાભવેલ ગામે રહેતો ગોરધન ચીમનભાઇ તળપદા તથા પૃથ્વીરાજ મારવાડી રહે રાજસ્થાનનાઓ મળી એક સફેદ કલરનુ બોલેરો પીક-અપ ડાલુ નંબરઃ GJ-06 XX-5662 માં ગુપ્ત ખાનુ બનાવી તેની અંદર છોટા ઉદયપુર ફેરકુવા બાજુથી દારૂ નો જથ્થો ભરી ભાલેજ થી સામરખા કેનાલ થઇ રાવળાપુરા ગામેથી લાભવેલ તરફ જવાના હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે એલ.સી.બી. તથા સ્ટાફના માણસો રાવળાપુરા બ્રીજ પાસે છુટા છવાયા વોચમાં હતા.દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળી પીકપ ડાલુ આવતા કોર્ડન કરી રોકી લઇ પીકઅપ ડાલામાંથી ડ્રાઇવર તથા અન્ય એક વ્યકિતને પકડી લઇ તેઓને સાથે રાખી તપાસ કરતા ડાલાની પાછળના ભાગે બેરીંગ નાખી બોડીના વેલ્ડીંગ કરી ગુપ્ત ખાનુ બનાવેલ હતું..

આ ગુપ્ત ખાનુ બોલી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના કવાટરીયા તથા પુઠાના બોક્સ તથા બિયરના ટીન ભરેલા મળી આવતા તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આણંદ રૂરલ પો.સ્ટે ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.પોલીસે આ જથ્થા સાથે પૃથ્વીરાજ ઉર્ફે ભરત વેણીરામ જાતે,  ગોરધન ચીમનભાઇ તળપદા જ્યારે વેરસિંગ ભોદરભાઇ રાઠવા પકડવા પર બાકી છે, પોલીસે વિદેશી દારૂના પ્લાસ્ટીક ના ક્વાટરીયા તથા બીયરના ટીન તથા પ્લાસ્ટીકની મોટી બોટલો મળી કુલ નંગ-1124 કિ.રૂ.1,24,200/- તથા મોબાઇલ-2, રોકડ રૂપિયા તથા પીકપ ડાલુ મળી કુલ રૂ.3,27,660 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.